Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમરેલી જિ.માં ઔદ્યોગિક વસાહતો સ્થાપવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

જીલ્લા સહકારી સંઘના ચેરમેનની લેખીત રજુઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૮ :  અમરેલી જિ. સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણીએ રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી અમરેલી જિલ્લામાં વધુ ઓદ્યોગિક વસાહતો સ્થાપવા માંગણી કરેલ છે.

 પત્રમાં જણાવેલ છે કે  રાજયને પહેલાં મુખ્યમંત્રીએવા જીવરાજભાઈ મહેતાની ઓળખ સમો અમરેલી જિલ્લો એ રાજયમાં સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને ભૌગોલીક રીતે દ્યણું અગત્યનું સ્થાન ધરાવે છે. તેના ૬૭૬૦ ચો.કી.મી ક્ષેત્રફળમાં ૧૫ લાખ ઉપરાંતની વસ્તી હયાત છે. ૬૧૯ ગામડાંઓ અને ૦૯ નગપાલિકાઓ સહીત શહેરી અને ગ્રામીણ વિસ્તારનો સુભગ સમન્વય અમરેલી જિલ્લામાં છે. આ ઉપરાંત ૭૪.૨૫્રુ નો સાક્ષરતા-દર સાથે અખૂટ શકિત સાથે યુવાધન આ વિસ્તારમાં વસે છે. ત્યારે મનીષ સંઘાણે દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ને પત્ર પાઠવી અને અમરેલી જીલ્લામાં ઔધોગિક વસાહતો સ્થાપવા માટે રજુઆત કરાવામાં આવી અને વધુમાં જણાવ્યુ કે, રાજય સરકાર દ્વારા અગાઉ પ્રત્યેક તાલુકાદીઠ એક ઔદ્યોગિક વસાહત સ્થાપવા અંગે આયોજન કરેલ હતું. પરંતુ હાલ અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓની સામે માત્ર ૦૬ જ ઔદ્યોગિક વસાહતો છે. જે પૈકી ૦૨ વસાહતો ખૂબ જ નાની છે અને અન્ય વસાહતોમાં પણ ઉદ્યોગો જરૂરીયાત મુજબ કાર્યરત નથી.

અમરેલી જિલ્લો ૬૦ કી.મી.નો દરિયાકાંઠો ધરાવે છે, જે રાસાયણીક અને વધુ પાણીની જરૂરિયાતના ઉદ્યોગો માટે અનુકૂળ છે, પશુપાલન એ અહીંનો મુખ્ય વ્યવસાય હોવાથી દૂધ અને તેના આધારે બનતા ઉત્પાદનો માટેના ઉદ્યોગો સ્થાપી શકાય, મગફળી, તલ, કપાસ જેવા તેલીબીયા મબલખ પાકતાં હોવાથી તેલઆધારીત એકમો સ્થાપી શકાય, વસ્ત્ર અને ડાયમંડ આધારીત અલાયદા પાર્ક બનાવી શકાય, પ્રદૂષણ રહીત ઈલેકટ્રોનિક, ઈજનેરી ઉદ્યોગો વધુ હિતકારી બનશે, ફ્રોઝન સી-ફૂડ, ફૂડ પ્રોસેસિંગ, એગ્રો પ્રોડકટવગેરે પ્રકારની વસાહતો ખૂબ જ હાકારાત્મક નીવડશે તેમ જણાવેલ છે.

અમરેલીના યુવાનો અને વયસ્કોને રોજગારી અર્થે સુરત, વાપી, કર્ણાવતી, વડોદરા, મુંબઈ જેવા મહાનગરો અને ઔદ્યોગિક નગરોમાં સ્થળાંતર કરવું પડે છે, જેની અસર આર્થિક, સામાજીકઅને માનસિક રીતે થાય છે.  જેથી અમરેલી જિલ્લામાંતાલુકાદીઠ એક ઔદ્યોગિક વસાહત સ્થાપવા અર્થે સરકારી જમીનો અંગે સંલગ્ન સંસ્થાઓ/કચેરીઓને સર્વેનું કામસત્વરે કરવા અંતમાં જણાવેલ છે.

(12:56 pm IST)