Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

છોટા ઉદેપુરમાં અપહરણ -દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ દિનેશ નાયક મોરબીથી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્પેશ્યલ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન છોટા ઉદેપુર ટાઉન પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયેલ આરોપી દિનેશ ઉર્ફે દિનો ભયલાભાઈ ઉર્ફે ભયજીભાઈ નાયક (ઉ.વ.૨૩) રહે પંચમહાલ જીલ્લા વાળો માથકથી મોરબી આવતો હોવાની બાતમીને પગલે વોચ ગોઠવી હતી.

નીચી માંડલ ગામ નજીકથી આરોપીને ઝડપી લઈને છોટા ઉદેપુર પોલીસ મથકને સોપવા તજવીજ હાથ ધરી છે.

(12:55 pm IST)