Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ટંકારામાં રાહતદરે નાસ લેવાના મશીનનું વિતરણ

ટંકારા : કોરોનાની વૈશ્વિક મહામારીમાં રોગ પ્રતિકારક શકિત વધારવામાં ઇમ્યુનિટી વધારવામાં પાણીની વરાળનો લેવાતો નાસ ભારે મદદરૂપ થાય છે. જલારામ પ્રાર્થના મંદિર મોરબીના ઉપક્રમે ટંકારા રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે સ્ટીમ મશીનનું બજારભાવના બદલે એ રાહત દરે રૂપિયા ૮૦ના ભાવે વિતરણ કરાયું જેનો ૪૦૦થી વધુ સંખ્યામાં લોકોએ લાભ લીધો. ટંકારા રઘુવંશી યુવક મંડળના સભ્યો તથા મોરબી જલારામ મંદિરના આગેવાનો હાજર રહ્યા તેમના દ્વારા સુંદર વ્યવસ્થા કરાઇ હતી. (તસ્વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા)

(12:54 pm IST)