Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ટંકારા તાલુકા ભાજપ અનોખો પ્રયોગઃ જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ઉમેદવારોની પસંદગી માટે મોબાઇલ એપ્લીકેશન

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા.૨૮: ટંકારા તાલુકા તથા મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા મોરબી જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટો જાહેર કરાયેલ છે. મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા ની જિલ્લા પંચાયતની ત્રણ સીટો લજાઈ,ઙ્ગ ટંકારા અને ઓટાલા સીટ આવે છે.

ટંકારા ભાજપ દ્વારા લજાઈ સીટના મતદારોને ઉમેદવાર પસંદ કરવા મોબાઇલ એપ રજુ કરાયેલ છે. તેમાં ઉમેદવાર તરીકે (૧) ગૌતમભાઈ વામજા ( ૨ ) કિરીટભાઈ અંદરપા ( ૩ ) નથુભાઈ કડીવાર (૪) મનસુખભાઈ સવસાની છે. તેમાં ઉમેદવાર સામે વર્તુળ દોરેલ છે. તમારે ઉમેદવાર પસંદ કરી પોતાનો વોટ આપવાનો રહે છે.https://strawpoll.com/hswjddyd એ ડાઉન લોડ કરી તમારો મત આપી શકશો.

ટંકારા ભાજપ દ્વારા કરાયેલ નવા પ્રયોગની પ્રશંસા થઇ રહેલ છે. ફોરેનમાં અમુક દેશોમાં પક્ષમાંથી ચૂંટાયા પછી જ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવવામાં આવે છે. મોરબી જિલ્લા પંચાયતની લજાઈ સીટ મહિલા માટે અનામત છે.

મોવડી મંડળ દ્વારા મોબાઇલ એપ માં દર્શાવેલ ઉમેદવારને ટિકીટ આપવામાં આવશે જ તે ફાઇનલ નથી. પરંતુઙ્ગ આ પ્રયોગ ગુજરાતના તમામ પક્ષો દ્વારા તાલુકા તથા જિલ્લા પંચાયતની સીટોમાં ઉમેદવાર પસંદગી માટે કરાય તેવી મતદારોની માંગણી છે.

(12:53 pm IST)