Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કચ્છ ઝોન હેઠળના મોરબી જીલ્લામાં કોવિડ વિજય રથનું પરિભ્રમણ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮:કચ્છ ઝોન હેઠળ આવતા ચાર જિલ્લાઓ પૈકી કોવિડ વિજય રથ કચ્છ જિલ્લામા ફરી મોરબી જિલ્લામાં આજે પ્રવેશ્યો છે. મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા અને ટીમ દ્વારા કોવીડ વિજય રથને આવકારવામાં આવ્યો હતો અને કોવિડ વિજય રથને હરી ઝંડી આપી મોરબી જીલ્લામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા કોરોના જનજાગૃતિ અર્થે જાણીતા ભવાઈ અને નાટ્ય કલાકારો દ્વારા પ્રસંગોચિત જનજાગૃતિ અર્થે વિવિધ લક્ષી આગવી રીતે કોરોના સંભવિત સંક્રમણ સામે સાવચેતી સહિત લેવાની તકેદારીઓ અને જરૂરી જાગૃતતા કેળવવા લોકોને માહિતી આપવામાં આવી હતીઙ્ગ મોરબી જિલ્લા પંચાયત ભવનથી કોવીડ વિજય રથ જૂના બસ સ્ટેશન, નહેરુ ગેટ, નગર દરવાજાથી તાલુકા પંચાયત, શિક્ષણ વિભાગ કચેરી, શકિતચોક થઈ સેવા સદન, લાલબાગ, સામાકાંઠે મહારાણા પ્રતાપ ચોક, કલેકટર કચેરી, સો ઓરડી સહિત વિવિધ જગ્યાએ જનજાગૃતિ અભિયાન, કલાકારો દ્વારા આગવી રીતે કોરોના અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સહિત પૂરક પોષણ અભિયાન, બેટી બચાવ, બેટી પઢાવ, કન્યા કેળવણી સહિત પ્રેરક નાટ્ય સંદેશ અને રાસ ગરબા, લોકગીતો અને લોકભોગ્ય મનોરંજક ભાષામાં કલાકારો દ્વારા આગવી રજૂઆત અને જનજાગૃતિ ને લોકો દ્વારા ઉમળકા ભેર પ્રતિસાદ સાંપડેલ.. આમ મોરબી જિલ્લાનાં વિવિધ રાજમાર્ગ પર પ્રેરક રજૂઆત બાદઙ્ગ રથ અને કલાકારો સર્કિટઙ્ગ હાઉસ તરફઙ્ગ રથનેઙ્ગ પ્રસ્થાન કરાવેલ...મોરબી બાદ લજાઈ વિરપર, ટંકારા સહિત ધ્રોલ, જામનગર અને સુરેંદ્રનગર જિલ્લામા વિજય કોવિડ રથ પ્રસ્થાન કરશે.

(12:53 pm IST)