Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ધોરાજી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ફ્રૂટ વિતરણ

 ધોરાજીઃ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોઈપણ ભેદભાવ વગર લોકડાઉન ની સ્થિતિ માં પણ સેવાકીય પ્રવૃત્ત્િ। કરેલ બાદમાં દર્દીઓ માટે વિનામૂલ્યે ઓકિસજનની સુવિધાવાળી એમ્બ્યુલન્સની ખુલ્લી મૂકી હતી અને કોરોના હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ફ્રુટ અને બિસ્કીટનું વિતરણ કરેલ હતું આ તકે સરકારી અધિક્ષક ડોકટર જયેશ વેસેટીયન મામલતદાર કિશોરભાઈ જોલપરા તેમજ સમસ્ત સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ ,બસીરબાપુ સૈયદ ,મકબુલભાઈ ઝરાણા, બોદૂભાઇ ચોહાણ, બાસીતભાઈ પાનવાલા, હમીદભાઈ ગોડીલ, હનીફભાઈ ગરાણા, સબીરભાઈ ગરાણા, સહિતના અગ્રણીઓના હસ્તે ફ્રૂટ વિતરણ કરાયું હતું કાર્યકર મકબુલભાઈ ગરાણા એ રાજય સરકાર દ્વારા ધોરાજીના આંગણે ચાર તાલુકાના લોકોને લાભ મળે તેવા હેતુથી કોરોના હોસ્પિટલનું નિર્માણ કર્યું એ બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજય સરકારનો આભાર માન્યો હતો.

(12:51 pm IST)