Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ટંકારાનાં વાછકપરની સીમમાં અને મકનસર ગામમાંથી દારૂ ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ સીટી પોલીસની બાતમીને આધારે ટંકારા પોલીસે વાછ્કપર ગામની સીમમાં સરગવા ઢાળ વાળી સીમમાં આવેલ મહિપતસિંહ ટપુભા જાડેજા રહે હાલ રતનપર તા. રાજકોટ વાળાની વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો જેમાં ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૧૧૭૬ કીમત રૂ ૫,૪૫,૪૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જયારે આરોપી મહિપતસિંહ ટપુભા જાડેજા હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  મોરબીના મકનસર ગામે રહેતા જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩) તેના મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખેલ હોય જે બાતમીને પગલે તાલુકા પોલીસે દરોડો કર્યો હતો અને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૮ કીમત રૂ ૧૦,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:49 pm IST)