Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કમળાપુર ગામે જુગાર રમતા પાંચ શખ્સોને ભાડલા પોલીસે ઝડપી લીધા

વિરપુરમાં જુગાર રમતા બે શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ, તા. ર૮ :  જસદણના કમળાપુર ગામે જાહેરમાં જુગાર રમતા પ શખ્સોનને ભાડલા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ કમળાપુર ગામે તાલુકા ભાડલાના મહિલા પી.એસ.આઇ. એચ.પી. ગઢવી તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા હકા ગાંડાભાઇ વેજીયા, રાજેશ તળશીભાઇ ધરજીયા, વસંત મેઘાભાઇ વાવડીયા, જનક મકનભાઇ વાવડીયા તથા વલ્લભ કરશનભાઇ વાઘાણી રે. કમળાપુરને રોકડા રૂ. પર૩૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં વિરપુરમાં પોલીસ મથકના પ. કો. પરેશમભાઇ સિંઘવ સહિતના સ્ટાફે વિરપુર જલારામનગર પાણીના ટાંકા સામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્ર ઉર્ફ રાજુ નટુભાઇ ગુજરાતી તથા પ્રવિણ મનજીભાઇ મકવાણાને રોકડા રૂ. ૮ર૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

(11:53 am IST)