Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જામજોધપુરના રબારીકામાં ભાજપનાં આગેવાનને જુગારના ખોટા કેસમાં ફીટ કરવાના મુદ્દે રજૂઆત

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા. ૨૮: જામજોધપુરના રબારીકા ગામે મંદિરના જીર્ણોધાર માટે ભેગા થયેલા ભાજપના આગેવાનને જુગારના ખોટા કેસમાં ફિટ કરી દેવાના આક્ષેપ સાથે નવા આવેલા એસ.પી ને અરજી કરીને તપાસ કરવાની માંગણી કરી છે.

જામજોધપુર તાલુકાના રબારીકા ગામે તા.૧૯/૯/૨૦૨૦ ના રોજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માલદેભાઈ પરબતભાઈ કરમુર સહિત ૧૫ લોકો મંદિરના જીર્ણોધાર માટે ભેગા થયેલા હતા અને રાત્રે ૧૧ વાગ્યા સુધી બહાર બેઠા હતા. ત્યારે જામજોધપુર પોલીસ આવીને અહીં શું ભેગા થયાં છો તમે લોકોએ માસ્ક પહેરેલ નથી દંડ ભરવો પડશે. તેમ કહી પોલીસની બોલેરો ગાડીમાં માલદેભાઈ સહિત છ લોકોને જામજોધપુર પોલીસ સ્ટેશન લઈ આવેલ અને માલદેભાઈના ખિસ્સામાં રહેલ મંદિરના જીર્ણોધારના તેમજ અન્ય છ લોકો પાસેથી ખિસ્સામાં રહેલી રકમ કાઢી લીધી અને સવારે ખબર પડી કે જુગારધારાનો કેસ થયેલ છે.

આ જુગારધારાના કેસમાં સામાન્ય રકમ બતાવી મંદિરના જીર્ણોધારની રકમ સહિત પોલીસ હડપ કરીને જાહેરમાં લાઈટના અજવાળે જુગાર દેખાડ્યો છે તથા બેસવાની જગ્યા પણ નથી અને લાઈટ પણ નથી. આ અંગે પોલીસ સ્ટેશનના સીસી ટીવી ફુટેજ ચેક કરાવેલ તેમજ પોલીસ સ્ટેશન ડાયરીનો નોંધ તેમજ પોલીસની બોલેરો ગાડીના જીપીએસની તપાસ થાય તો આ કાંડ બહાર આવે તેવી અરજી તોડ કાંડનો ભોગ બનેલા જિલ્લા પંચાયતના તેમજ માર્કેટિંગ યાર્ડ ના ભાજપની પેનલના પૂર્વ પ્રમુખ માલદેભાઈ પરબતભાઈ કરમુરે ડી. એસ .પી જામનગર રેંજ આઈજી તેમજ લાંચ રૂશ્વત શાખાને આ બનાવની તપાસ કરવા રજુવાત કરી છે.

(11:52 am IST)