Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

મેટોડા જીઆઇડીસી પોસ્ટ ઓફિસના પોસ્ટમેન તેમજ ધુ.દોમડાના બ્રાંચ પોસ્ટ માસ્તરનો વિદાય સન્માન સમારોહ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૮ના રોજ મેટોડા જીઆઇડિસીમાં છેલ્લા પંદર વર્ષથી પોસ્ટમેન ની ફરજ બજાવતા જે.આર.મીઠાપરા તેમજ લોધીકાના ધુ.દોમડાની બ્રાંચ પોસ્ટ ઓફિસ મા બી.પી.એમ.ની ફરજ બજાવતા આર.એમ.જાડેજા આ બંને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ વય મરિયાદાના કારણે નિવૃત્ત થનાર હોય તેમનો વિદાય સન્માન સમારોહ મેટોડા જીઆઇડિસી પોસ્ટ ઓફિસના એસ.પી.એમ.ની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ તેમજ મેટોડા પોસ્ટ ઓફિસ સ્ટાફ તથા બ્રાંચ પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા આ બંને નિવૃત્ત થનાર કર્મચારીઓને મુમેનટો આપી તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.

આ કાર્યકમમા જી.ડી.એસ.યુનિયન ઉપપ્રમુખ મોટાવડા બી.ઓ.ના બી.પી.એમ. ખોડુભા જાડેજા નગરપીપળીયા ના બી.પી.એમ.કમળાબેન લાઠિયા દેવગામ બી.પી.એમ. રમેશભાઈ ભાલીયા ખીરસરા ડિ.એચ.ગોડલીયા નગરપીપળીયાના જી.ડી.એસ.એચ.એમ.પંડિયા દેવગામ જી.ડી.એસ.પી.એમ.સરપદડીયા ધુ.દોમડા જી.ડી.એસ. સાવન લોહ મોટાવડા જી.ડી.એસ.ડાભી ધરમજીતસિહ મેઇલ ઓશિયર મનજીભાઈ કોબીયા સાલ પીપળીયા બી.પી.એમ . ભરતસિંહ જાડેજા યુ. પોસ્ટ માસ્તર જે.પી.વસોયા સંજયભાઈ પાડલિયા મેપાભાઇ ચાવડા એ.કે.કાઝી જાનવિબેન મેટોડા પોસ્ટ માસ્તર નેહલબેન જી.ડી.એસ. એ.જે.જાડેજા નયનભાઈ ડો.પી.જે મીઠાપરા જગદીશસિહ જાડેજા ચંદુભાઈ કેશુભાઈ હરપાલસિંહ ચુડાસમા ઠાકરસિભાઇ વેકરીયા તેમજ સગા સ્નેહી ઓ ઉપસ્થિતિમાં વિદાય સન્માન સમારોહ યોજાયો મા આવેલ આ કાર્યક્રમનુ આયોજન ખોડુભા જાડેજા તેમજ રાજૈન્દ્રસિહ જાડેજા તેમજ નેહલબેનના માર્ગદર્શન હેઠળ પ્રભુદાસભાઇ સરપદડીયા તેમજ ભીખુપરી ગોસાઈ હરેશભાઈ પંડીયા સાવનભાઇ લોહ વિગેરે એ સંચાલન સંભાળેલ તેમજ કાર્યકમને સફળ બનાવ્યો હતો.

(11:49 am IST)