Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

મીઠાપુર બાલમુકુન્દ ગૌશાળા તથા આરંભડા યુવા ગ્રુપ દ્વારા ગાયોને રેડીયમ લગાડવામાં આવ્યું

મીઠાપુરઃ તાજેતરમાં ભારે વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા તથા ચારે કોર પાણી ભરાતા ગાયોને ફરજીયાત રોડ રસ્તાઓ પર આવવાની ફરજ પડી છે. આના કારણે દિવસે તો ઠીક પણ રાત્રે અકસ્માતનો ભોગ આવી ગાયો બની જતી હોય છે અને આવા ઘણા બનાવો બની પણ ગયા છે. ગાયોના અકસ્માતો રોકવા માટે તથા ગાયોના રક્ષણ માટે મીઠાપુરમાં આવેલી બાલમુકુન્દ ગૌશાળા તથા આરંભડા યુવા ગ્રુપ દ્વારા એક ઉમદા વિચાર કરી ગાયોના શીંગડામાં રેડીયમ પટ્ટી ચોંટાડવામાં આવી હતી. રાત્રીના સમયે ગૌમાતાને વિટામીનયુકત લાડવાઓ ખવડાવી તેના શીંગડામાં રેડીયમ પટ્ટી ચોટાડી દીધી હતી. તેથી વાહન ચાલકોને દુરથી જ આ રેડીયમ પટ્ટીની ચમકાટ નજરે ચડે અને તેઓ પોતાનું વાહન ધીમુ કરી પોતે અને આવી ગાયોને અકસ્માતથી બચાવી શકે. આ કાર્યમાં અંદાજે ર કલાકમાં અંદાજે ૨૦  થી ૨૫ જેટલા કાર્યકરો જોડાયા હતા અને રોડ રસ્તાઓ પરની ગાયોને રેડીયમ ચોટાડવામાં આવ્યું હતું. (તસ્વીરઃ દિવ્યેશ  જટણીયા-મીઠાપુર)

(11:48 am IST)