Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોટડાસાંગાણીમાં ધારાસભ્ય સાગઠીયાના હસ્તે રસ્તાના કામનું ખાતામુહૂર્ત

શાપરવેરાવળ :કોટડાસાંગાણી તાલુકાના પડવલા પારડી રોડનુ ગુજરાત સરકારની ગ્રાન્ટ રૂપિયા પાંચ કરોડના ખર્ચે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તેખાતમુહર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા કોટડાસાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા પડવલા સરપંચ મજબૂતસિંહ જાડેજા પારડી સરપંચ રાજભા જાડેજા પડવલા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયનના પ્રમુખ જેન્તીભાઇ સરધારા સંજયભાઈ કાછડીયા તાલુકા પંચાયત સભ્ય ધીરુભાઈ ચાવડા અશોકભાઈ ભુવા વિનુભાઈ ઠુંમર જગુભાઈ કોરાટ જસમતભાઈ સાંગાણી રાજભા જાડેજા પીન્ટુભાઇ જાડેજા રઘુભાઇ વેકરિયા અજયભાઇ પરમાર તેમજ ગામલોકો હાજર રહી સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તે પ્રસંગની તસ્વીર.(કમલેશ વસાણી શાપર વેરાવળ)

(11:47 am IST)