Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જામકંડોરણામાં સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાઓના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા :.. સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ, ફુલ, શાકભાજીના વેચાણકારોને વિનામુલ્યે છત્રી, સિમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો શુભારંભ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમજ ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતીમાં જામકંડોરણા, જેતપુર, ધોરાજી તથા લોધીકા ચાર તાલુકાના લાભાર્થીઓ માટેનો કાર્યક્રમ જામકંડોરણા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયો હતો. આ તકે ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ ઉદબોધનમાં ગુજરાત સરકાર દ્વારા કિશાનો માટે જાહેર કરેલ ખેડૂત કલ્યાણ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આ તકે ધનસુખભાઇ ભંડેરી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જામકંડોરણા, જેતપુર, ધોરાજી, લોધીકા, તાલુકાના લાભાર્થીઓને આ યોજનાની કીટના મંજૂરી પત્ર હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ  પ્રમુખ ચંદુભા ચૌહાણ, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, પ્રાંત અધિકારી ગૌતમ મીયાણી, મામલતદાર આર. જી. લુણાગરીયા, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા, જીલ્લા ખેતીવાડી અધિકારી ટીલવા, તથા પ્રતિપાલસિંહ જાડેજા, ગૌતમભાઇ વ્યાસ, ખીમજીભાઇ બગડા, ચિમનભાઇ પાનસુરીયા, કરણસિંહ જાડેજા, કાનજીભાઇ પરમાર, દિગુભા જાડેજા સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો અને લાભાર્થીઓએ હાજરી આપી હતી.

(11:37 am IST)