Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કાલે ૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે..

તમારૂ હૃદય સ્વસ્થ (મજામાં) છે ? તેને સહી સલામત રાખવા તમે શું કાળજી લો છો ?

(વિપુલ હિરાણી )ભાવનગર,તા. ૨૮: વર્લ્ડ હાર્ટ ડે.. વિશ્વ હૃદય દિવસ, જેની વાર્ષિક ઉજવણી હર સાલ ૨૯ સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવે છે જેનો હેતુ રકતવાહિની રોગો પ્રત્યેની જાગૃતિ સમાજમાં વધારવા માટેનો છે, જેમાં તેમના નિવારણ અને તેમની વૈશ્વિક અસરનો સમાવેશ થાય છે. ૧૯૯૯ માં વર્લ્ડ હાર્ટ ફેડરેશન (ડબ્લ્યુએચએફ) એ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ની સાથે મળીને, વર્લ્ડ હાર્ટ ડેની સ્થાપનાની જાહેરાત કરી. આ વાર્ષિક પ્રસંગ માટેના વિચારની કલ્પના ૧૯૯૭-૯૯થી ડબ્લ્યુએચએફના પ્રમુખ એન્ટોની બેસ દ લુનાએ કરી હતી. વર્લ્ડ હાર્ટ ડે મૂળ (૨૦૧૧ સુધી) સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ઉજવણી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૦ની સાલમાં થયેલ હતી.

રકતવાહિનીના રોગો વૈશ્વિક સ્તરે મૃત્યુનું સૌથી સામાન્ય કારણ માનવામાં આવે છે. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં વિશ્વભરમાં વર્ષે દહાડે આશરે ૧૭ મિલિયન લોકો રકતવાહિની રોગોથી મૃત્યુ પામ્યા હતા. આમાં મોટેભાગના મૃત્યુ કોરોનરી હાર્ટ ડિસીઝ અથવા સ્ટ્રોકના પરિણામે હતા. તેમ છતાં, રકતવાહિનીના રોગોને દ્યણીવાર વિકસિત દેશોમાં રહેતા લોકોનો જ દુખ માનવામાં આવે છે, જયાં બેઠાડુ જીવનશૈલી સામાન્ય છે, જો કે આ રોગોથી ૮૦ ટકાથી વધુ મૃત્યુ ઓછી અને મધ્યમ આવકવાળા વિકાસશીલ દેશોમાં થાય છે. રકતવાહિનીના રોગોના પ્રાથમિક કારણો - નબળા આહાર, કસરતનો અભાવ ધૂમ્રપાન, ડાયાબિટીસ, તણાવગ્રસ્ત જીવનશૈલી, ભારે વજનદાર શરીર અને હાઇ બીપી જેવાં પરિબળો માનવામાં આવે છે.

અને વિકાસશીલ દેશોમાં તો લોકોનાં આરોગ્ય ઉપરાંત આર્થિક ઉપાર્જન પર પણ દ્યણી માઠી અસરો આ પ્રકારનાં રોગો કરે છે. માટે આવા દિવસે ખાસ જન જાગૃતિ લાવવી જરૂરી બને છે.

દર વર્ષે વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા અલગ અલગ થીમ હેઠળ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થાય છે. આ વર્ષ તો કોરોના મહામારી એ આખા વિશ્વમાં માઝા મૂકી છે ત્યારે આ વર્ષની થીમ છે..'હૃદયને ધબકતું રાખવા હૃદય વાપરો ' તંદુરસ્ત જીવન જીવવા માટે હૃદયને શું જોઈએ છે તે સમજવા માટે અને તે જાણ્યાં પછી એનાં મુજબ વર્તન કરવા માટે, સારી ગુણવત્ત્।ા વાળા જીવન માટે અત્યારે અને ભવિષ્યમાં તમારી વર્તણૂકને બદલવી જ રહી. અને કોઈપણ શિક્ષીત વ્યકિતએ પોતાની ઉપરાંત સમાજમાં અન્યોને પણ સ્વસ્થ હૃદય રાખવા માટે જાગૃત કરવા જોઈએ.

બાકી આપણે તો જાણીએ જ છીએ કે

એક દિલ હી તો હૈ જો કરતા હૈ કામ દિન રાત અવિરત આરામ હરામ.. તો દિલકો સંભાલ કે રખીયે.!!

ડો. રાજેશ્રી બોસમીયા

(ડો.વિથ એ ડિફરન્સ)

(11:34 am IST)