Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ચકચારી પેન્ટાગોન મર્ડર કેસમાં સીકયુરીટી કોન્ટ્રાકટરને જામીન પર છોડવા આદેશ

રાજકોટ,તા.૨૬ : ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા પાસે આવેલ પેન્ટાગોન ર્ફોજીંગમાં કેન્ટીન વિભાગમાં નોકરી કરતો ગુજરનાર શંકરે ઓફિસમાં ચોરી કરવા પ્રયાસ કરતા કારખાના માલીક સહિતનાઓ એ ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપ થી માર મારતા મુત્યુ નિપજતા તે ખુનના ગુન્હાના કામે ધરપકડ પામેલ છે. આરોપી પૈકી કારખાના સિકયુરીટી કોન્ટ્રાકટર શૈલેષભાઈ ઉર્ફ ફોજી વલ્લભભાઈ રોકડને ખુનના ગુનામાં જામીન પર મુકત કરતો ગોંડલની સેશન્સ અદાલતે હુકમ ફરમાવેલ છે.

કેસની હકિકત જોઈએ તો પેન્ટાગોન કારખાના માં કેન્ટીન વિભાગમાં ફરીયાદીની સાથે કામ કરતો શંકરરામ કે જે રાતે કારખાનામાં ઓફિસમાં આટા મારતો સી.સી.ટી.વી. કેમેરામાં જોવામાં આવતા કારખાનામાં ચોરી કરેલની શંકા જતા આરોપીઓ એ રસોડા માંથી શંકરને બહાર લાવી ગ્રાઉન્ડમાં ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપ થી માર મારતા શંકરના ગામના જ લક્ષ્મણસિંહ એ તેના ગામના અન્ય કારખાનામાં કામ કરતા વ્યકિતી બોલાવતા તેઓ આવી મોટર સાઈકલમાં શંકરને બેસાડી લઈ ગયેલ બાદ સાંજના શંકરની લાશ મળતા આરોપીઓ (૧) રવિ કાલરીયા (૨) શૈલેષ ફોજી (૩) અક્ષય ઉર્ફ ભાણો (૪) વિનોદભાઈ (૫) અશોકભાઈ રૈયાણી (૬) આશિષભાઈ ટીલવા સામે આડેધડ માર મારી ગંભીર મોરણોતર ઈજા કરી જાનથી મારી નાખી હત્યા કરી નાખી બનાવ ના સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડીગ કાઢી નાખી પુરાવાનો નાશ કરવા સંબંધે તે જ કારખાનામાં કામ કરી રહેલ લક્ષ્મણસિંહ મોહનસિંહ ચૌહાણએ ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ.

ધરપકડ પામેલ આરોપીઓ પૈકી આરોપી શૈલેષ ફોજીએ જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી હતી.

બંન્ને પક્ષની રજૂઆતો દસ્તાવેજી પુરાવાઓ લક્ષે લેતા આરોપી સામેનો ગુનાનો રોલ ગુજરનારને ઢીકાપાટુ તથા પ્લાસ્ટીકના પાઈપ વડે મારમાયાનો હોય, તપાસ પુર્ણ કરી ત.ક. અધિકારીએ ચાર્જશીટ ફાઈલ કરેલ હોય, આવાજ આરોપસરના સહઆરોપીને હાઈર્કોટ દ્વારા જામીન પર મુકત કરેલ છે આરોપીની ઉમર તથા નામદાર એપેક્ષ કોર્ટના તથા હાઈકોર્ટોના અરજદાર તરફે રજૂ થયેલ ચુકાદામાંં પ્રસ્થાપિત થયેલા સિંધ્ધાતો, ગુનાહિત, ભુતકાળ ન હોવાની હકિકતો તથા ટ્રાયલમાં હાજરી સિકયોર હોવા સહિપતની બાબતો લક્ષે લઇ અરજદારની તફેણમાં અંતરગત સતાનો ઉપયોગ કરવાનો મુનાસીફ મની અરજદારને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવામાં આવેલ.

ઉપરોકત કામમાં આરોપી શૈલેષ ઉર્ફે ફોજી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી તથા ગોંડલના પરેશ રાવલ રોકાયેલ હતા.

(11:34 am IST)