Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોરોના મહામારી વચ્ચે જસદણની ખાનગી શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.ર૮ : જસદણ શહેર અને આ વિસ્તારની કેટલીક ખાનગી શાળાઓએ એકવારની ફી લીધા પછી ફરી પાછી વાલીઓ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરતા વાલીઓ ફી માટે હડિયાપાટી કરવા માંડયા છે તેમ સામાજિક કાર્યકર હરિભાઇ વેલજીભાઇ હિરપરાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું કે, જસદણની ખાનગી શાળાઓના સંચાલકો સરકારની ઐસી તૈસી કરી ફરી ફી માટે ઉઘરાણી કરી રહ્યાં છે ત્યારે સરકારનું શિક્ષણ તંત્ર ખાનગી શાળા પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કરી ફી માટે ખાસ કાયદો પડે તે જરૂરી છે.

હરિભાઇએ વધુમાં જણાવ્યું છે કે જસદણ વિંછીયા પંથકની મોટા ભાગની ખાનગી શાળાઓ શિક્ષણ તંત્રના મોટાભાગના નિયમોનો વર્ષોથી રીતસર ઉલાળીયો કરી રહી છે. શાળાઓના બાંધકામ અને તે પછીના અનેક નિયમો પાળવામાં આવતા જ નથી. વિદ્યાર્થીઓની સલામતી માટે અને ખેલકુદ માટે સાધન સામગ્રી નથી છતાં શિક્ષણ તંત્ર આંખ મિયામણા કરી રહ્યું હોવાથી સંચાલકો કવોલિટી શિક્ષણને બદલે ગોખણપટ્ટી પીરસી રહ્યા છે. આટલુ પૂરતું ન હોય તેમ શાળાઓએ લાખો કરોડો રૂપિયાની નગરપાલિકા, ગ્રામ પંચાયત, ખરાબો, ગૌચરની ભળતી જગ્યાઓ પણ પોતાના કબ્જામાં રાખેલ છે ત્યારે રાજયનું શિક્ષણતંત્ર વિદ્યાર્થીઓની વાર્ષિક ફી માટે ખાસ કાયદો ઘડે અને અમલી બનાવે તેવી માંગણી કરી છે.

(11:33 am IST)