Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ધોરાજીના યુવાને ૪૦ હજારની રોકડ સાથેનું પર્સ પરત કર્યું

ધોરાજીઃ ધોરાજીના ફરેણી રોડ પર રહેતો પરેશ ભાઈ કનૂભાઈ બારેયા નામનો યુવાન ખેત મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. તે યુવાન કામ સબબ ત્રણ દરવાજા પાસે આવેલ રંગાલી મહોલ્લામાંથી પસાર થતા એક પર્સ મળતા તે પર્સ ખોલતા તેમાં રૂપીયા દેખાતા તુરત જ ત્રણ દરવાજા ખાતે પોલીસને જાણ કરેલ જે અંગે ઇન્સ્પેકટર હકુમતસિંહ જાડેજા ની સૂચનાથી તુરત જ સ્થાનિક પોલીસે ચેક કરતા બેંકના કાગળોમાંથી નામ ગોતી ફોન કરતા તેમના માલીક શાકભાજીના વેપારી રોહીત ચંદુ ગોંડડીયા (રહે રામપરા વિસ્તારના) હતા. અને તેને ખાત્રી કરી મુળ માલીકને પોલીસની હાજરીમાં પર્સ પરત કરતા યુવાનની ઇમાનદારીની કદર કરેલ હતી.આ તકે ડી.સ્ટાફના ચંદ્રસીંહ વસેયા, અનીરૂધ્ધસીંહ ઝાલા તેમજ સહદેવસીંહ ચૌહાણ હાજર રહેલ હતા.(તસ્વીર કિશોરભાઈ રાઠોડ)

(11:28 am IST)