Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભાવનગરમાંથી ૩૦૦ પેટી દારૂ ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ર૮: ભાવનગરમાંથી પોલીસે હરીયાણાથી આવતો ૩૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

મળતી વિગતો મુજબ ભાવનગર રેન્જ સ્કોડના સ્ટાફે પુર્વ બાતમીને આધારે હરીયાણાથી આયશર ગાડીમાં ર૦૦ નંગ સાઇકલની આડમાં ૩૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ભાવનગર નજીક વરતેજ પાસેથી ઝડપી લઇ આયશર ગાડી, દારૂનો જથ્થો અને ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વરતેજ પોલીસમાં ગુન્હો નોંધાવવાની તજવીજ શરૂ થઇ હોવાનું ફરજ પરનાં પી.એસ.ઓ.એ જણાવ્યું હતું.

(11:21 am IST)