Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભિક્ષાવૃત્તિની સાથે ચોરી કરતી ગેંગ ખંભાળીયામાં ઝબ્બે : ૨૦ ગુન્હા કબૂલ્યા

મૂળ રાજકોટનો વેડવા દેવીપૂજક પરિવાર : ૬ સભ્યોની ટોળકી : એક મહિલા, તેનો પુત્ર, વહુ, પૌત્રી અને એક દંપતિ પકડાયા : રાજકોટની ત્રણ, જુનાગઢ-૨, ધોરાજી-૨ તથા ખંભાળીયા, પોરબંદર, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગરની એક-એક ચોરીના ખૂલેલા ભેદઃ સમગ્ર રાજ્યમાં વેપારીઓ - લોકોની નજર ચૂકવી તફડંચી, ચોરીઓ કરી લેતા : આંતર જિલ્લા ગેંગ છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૮ : રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનીલ જોષીએ વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે એલ.સી.બી., દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેકટર જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા સ્ટાફનાઓ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગરીમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ. મસરીભાઇ ભીખાભાઇ ભાવાડીયા, અરજણભાઇ નારણભાઇ મારૂ, ભરતભાઇ પીઠાભાઇ ચાવડા, જેસલસિંહ ગુલાબસિંહ જાડેજા અને સહદેવસિંહ નાથુભા જાડેજાનાઓને મળેલ હકીકત આધારે બે પુરૂષો અને ચાર  સ્ત્રીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી પુછપરછમાં છેલ્લા પાંચ વર્ષમાં બધા ખંભાળીયા-૦૧ ચોરી મળીને જુનાગઢ -ર, પોરબંદર-૧, રાજકોટ શહેર-૩, ધોરાજી-૨, ગોંડલ-૧, જેતપુર-૧, મોરબી-૧, જામનગર-૧, વાપી-૧, વડોદરા-ર, સુરત શહેર -૧, રાજપીપળા-૧ અને ટ્રકમાં બેસેલ તે વખતે કરેલ મોબાઇલ ચોરી-૧ મળી કુલ - ર૦ ચોરીના વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે.

આરોપીઓ ભીક્ષાવૃતીની પ્રવૃતી કરી માંગવા જતા અને કોઇ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં વેપારી તથા ભીડ ભાડનો લાભ લઇ નજર ચુકવી રોકડા રૂપીયા અને મોબાઇલ ફોનની ચોરી કરવાની ટેવ વાળા છે.

અટક કરેલ આરોપીઓ (૧) સતીષભાઇ ઇલાષભાઇ સીંદે જાતે દેવીપુજક વેડવા ઉ.વ-૪૫ રહે - મૂળ રાજકોટ, મફતીયાપરા, સાત હનુમાનજીના મંદીર પાસે, રાજકોટ હાલ રહે. વાઘોડીયા ચોકડી ઓવરબ્રીજ નીચે વડોદરા (ર) જફાન ઉર્ફે જગત ઉસ્વાસભાઇ પરમાર (પવાર) વેડવા દેવીપુજક ઉ.વ-૪૩ (૩) સુનીલાબેન જફાનભાઇ ઉર્ફે જગત પરમાર વેડવા દેવીપુજક ઉ.વ ૧૯ (૪) રેખાબેન સતીષભાઇ ઇલાસભાઇ સિંદે વેડવા દેવીપુજક ઉ.વ-૩૫ રહે. સદર (૫) સુનિતાબેન જફાનભાઇ ઉસ્વાસભાઇ પરમાર વેડવા દેવીપુજક ઉ.વ-૪૦ (૬) નિર્મલાબેન ઉર્ફે શશીકલાબેન ઇલાસભાઇ શયાનાભાઇ સિદે વેડવા દેવીપુજક ઉ.વ-૬૫ કબ્જે કરેલ મુદામાલમાં ૬ રોકડા રૂ. ૬૮,૦૦૦ મોબાઇલ ફોન નંગ- ૫ કિ.રૂ. ૪૦,૫૦૦ સોના - ચાંદીના દાગીના રૂ. ૧૨,૦૦૦ પેન ડ્રાઇવ-૩ તથા મેમરીકાર્ડ-૦૯ કિ.રૂ. ૧૧,૦૦ મળી ફુલ મુદામાલ રૂ. ૧,૨૧, ૬૦૦નો કબ્જે કરેલ છે.

જફાન ઉર્ફે જગત ઉસ્વાસભાઇ પરમાર (પવાર) અગાઉ રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર નં- ૯૪/ર૦૧૩ ઇ.પી.કો. કલમ ક.૩૦૨, ભંગારની ચોરીમાં અને ભાવનગર ભંગાર ચોરીમાં પણ પકડાયેલ હતો.

આરોપીઓએ કરેલ કબુલાત તેમજ દાખલ થયેલ ગુનાઓ નીચે મુજબ છે. (૧) ગત તા.૧૮/૦૯/૨૦૨૦ ના રોજ ખંભાળીયા દરબાર ઞઢ, ઘાંચી શેરીમાં આવેલ ફટના ગોડાઉનમાં વેપારીની નજર ચુકવી રૂ. ૫૦,૦૦૦ની ચોરી કરેલ જે ખંભાળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૩૫૦/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનાના કામે મુદામાલ સાથે મળી આવેલ.

(૨) એક વર્ષ પહેલા જૂનાગઢ શહેરમાં અમારી સાથેની મહીલાઓએ ત્યાં માર્કેટીંગ યાર્ડમાં એક ઓફીસમાંથી દુકાનદારની નજર ચુકવી ઓફીસમાં ખુરશી પર પડેલ થેલામાંથી રોકડા રૂપીયા ૮ર,૦૦૦ની ચોરી કરેલની કબુલાત આપેલ (જુનાગઢ શહેર એ ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ર૦૪/ર૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪)

(૩) બે વર્ષ પહેલા પોરબંદર શહેર બપોરના સમયે એક સોનાની દુકાનમાં પાણી પીવાના બહાને પ્રવેશ કરી ત્યાં દુકાનદારને વાતોમાં ચડાવી અને તેની નજર ચુકવી તેના ખાનામાં પડેલ દાગીનાઓ એક ગળામાં પહેરવાનો હાર તથા નાની-મોટી સાતેક વીંટીઓ તથા ગળામાં પહેરવાના ચાર ચગદાઓ ચોરી કરેલની કબુલાત આપેલ (પોરબંદર જિલ્લાના કીર્તી મંદીર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૫૦/ર૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૮૦,૧૧૪ મુજબ)

(૪) ચાર-પાંચ વર્ષ પહેલા ભીક્ષાવૃતિ કરવા રાજકોટ જિલ્લાના જેતપુરમાં કરીયાણાની દુકાનમાં વેપારીની નજર ચુકવીને કાઉન્ટરમાં રહેલ રૂ.૨૫,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૫) બે-ત્રણ વર્ષ પહેલા ભીક્ષાવૂતિ કરવા વડોદરા શહેરમાં એક કરીયાણાની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી રૂપીયા ૫૫,૦૦૦ થી ૬૦,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૬) બે વર્ષ પહેલા નર્મદા જિલ્લાના રાજપીપળા ચોકડીની બાજુમાં ચપલ બનાવવાનું કારખાનામાંથી વેપારીની નજર ચુકવી રૂપીયા ૧,૦૦,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૭) આજથી આશરે દોઢેક વર્ષ પહેલા રાજકોટમાં ગોંડલ ચોકડીથી આગળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ મકાનેથી મહીલાનું પર્સ નજર ચુકવી ચોરી કરેલ તે પર્સમાં કાનમાં પહેરવાના સોનાના બુટીયા, ગળામાં પહેરવાનું સોનાનુ પેન્ડલ અને ચાંદીના સાકરા મળેલની કબુલાત આપેલ.

(૮) એકાદ વર્ષ પહેલા રાજકોટમાં સાંઢીયા પૂલ પાસે આવેલ રેલ્વેના ફાટકથી આગળ એક લોખંડના પતરાની દુકાનમાંથી વેપારીની નજર યુકવી રૂપીયા ૫૫,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ

(૯) બે વર્ષ પહેલા મોરબી શહેરમાં ટાઇલ્સના કારખાનામાંથી વેપારીની નજર ચુકવી રૂપીયા ૫૫,૦૦૦ થી ૬૦,૦૦૦ જેટલા રૂપીયા કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૦) બે વર્ષ પહેલા જુનાગઢ રેલ્વેસ્ટેશનમાં યાત્રાળુની નજર ચુકવી તેના થેલામાંથી રૂપીયા ર૫,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૧) એક વર્ષ પહેલા ધોરાજી રેલ્વેસ્ટેશન ઉપર યાત્રાળુના ખીસ્સામાંથી પાકીટ ચોરી કરેલ પાકીટમાંથી રૂ.૧૨,૦૦૦ નીકળેલ મળેલ તે ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧ર) એક વર્ષ પહેલા  ધોરાજીમાં રેસ્ટરેન્ટમાં વેપારીની નજર ચુકવી કાઉન્ટરમાં રૂ.૭,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૩) ચાર-પાચેક મહિના પહેલા સુરત શહેર કામરેજ ફર્નીચરની દુકાને દુકાનદારની નજર ચુકવી ટેબલ ઉપરથી મોબાઇલ ફોનની ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૪) છ-એક મહિના વાપી શહેરમાં એક ફર્નીચરની દુકાનમાં એક ફોન ચાર્જીંગમાં હોય જે ફોન દુકાનદારની નજર ચુકવી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૫) પાંચ-છ મહિના પહેલા વડોદરા હાઇવે રોડ ઉપરથી એક ટ્રક (ખટારો) બેસી અન્ય શહેર જતી વખતે એક હોટલએ ચા-પાણીની પીવા માટે ટ્રક ડ્રાઇવર હોટલે ગયેલ ટ્રકમાંથી ડ્રાઇવરનો મોબાઇલ ફોન ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૬) ત્રણ-ચાર મહિના પહેલા જામનગર શહેરની આજુ-બાજુમાં ચા-પાણીની હોટલએ વેપારીની નજર ચુકવીને હોટલના કાઉન્ટરમાંથી રોકડા રૂ.૨૦,૦૦૦ ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૭) છ-સાત મહિના પહેલા ગોંડલમાં એક ભંગારના વાડામાં વેપારીની નજર ચુકવીને કાઉન્ટરમાં રહેલ રૂ. ૩૦,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૮) પાંચ-છ મહિના પહેલા રાજકોટ શહેર જી.આઇ.ડી.સી.માં એક કારખાનામાં કારખાના માણસની નજર ચુકવીને ચાર્જીંગમાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરેલની કબુલાત આપેલ.

(૧૯) પાંચ છ મહીના પહેલા રાજકોટ શહેર આજી ડેમ રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.માં પ્લાસ્ટીકના કારખાનામાં વેપારીની નજર ચુકવી રૂપીયા ૫૫,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

(ર૦) છ-સાત મહીના પહેલા વડોદરા શહેરમાં એક ઠંડા પીણાની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી રૂપીયા ૧૨,૦૦૦ કાઢી ચોરી કરેલની કબુલાત આપેલ.

ઉપરોકત તમામ આરોપીઓને ખંભાળીયા પોલીસ સ્ટેશનના ગુનાના કામે તપાસ અર્થે સોપી આપેલ છે. જિલ્લાના પો.સ્ટે. ને ગુના અને આરોપી સબંધે માહીતીની જરૂરીયાત માટે એલ.સી.બી., દેવભૂમિ દ્વારકા ટેલી. ફોન નં. ૦ર૮૩૩-ર૩૪૭૨૦ તથા ખંભાળીયા પોલીસ સ્ટેશનના ટેલી. ફોન નં. ૦૨૮૩૩-૨૩૪૭૩૫ ઉપર સંપર્ક કરાશે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પીઆઇ જે.એએમ.ચાવડા અને ખંભાળીયા પો.સ્ટે.ના પીઆઇ જી.આર.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વી.એમ.ઝાલા, એએસઆઇ અરવિંદભાઇ નકુમ, બીપીનભાઇ જોગલ, રામશીભાઇ ભોચીયા, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, કેશુરભાઇ ભાટીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને નરશીભાઇ સોનગરા, હે.કોન્સ. મસરીભાઇ ભારવાડીયા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, જેસલસિંહ જાડેજા, બોધાભાઇ કેશરીયા, સહદેવસિંહ જાડેજા, બલભદ્રસીહ ગોહીલ, હસમુખભાઇ કટારા,  જીતુભાઇ હુણ, વિશ્વદીપસિંહ જાડેજા તથા ખંભાળળીયા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ. ડાડુભાઇ વજાભાઇ જોગલ અને પો. કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા મહીલા પોલીસ કોન્સ. પુજાબેન જીતુભાઇ વાળા, ટમુબેન પરબતભાઇ ગોજીયા અને મિતલબેન રૂખનાથભાઇ ભગીયા દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીઓ તમામ દેવીપૂજક અને એક જ પરિવારના છે અને મૂળ રાજકોટના અને હાલ વડોદરા રહે છે. જેમાં એક મહિલા અને તેના પુત્ર - વહૂ અને પૌત્રી તથા એક દંપતિનો સમવોશ થાય છે.

(11:20 am IST)