Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરેન્દ્રનગરમાંથી ૨ કોરોના કેદી નાસી છૂટ્યા

ગાંધી હોસ્પિટલના ચોથા માળેથી ચાદરનું દોરડું બનાવીને દિવાલ કૂદીને ભાગી જતા શોધખોળ : પોલીસ બંદોબસ્ત હોવા છતાં ભાગી જતા ખળભળાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૮:  સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાંથી ૨ કોરોના કેદીઓ દિવાલ કૂદીને નાશી છૂટ્યા ખળભળાટ મચી ગયો છે.

જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ પણ કોરોના પેશન્ટ થી ચૂકી છે ત્યારે આ સબજેલના ૬૦ કેદીઓ માટે ગાંધી હોસ્પિટલમાં અલગ વોર્ડ રાખવામાં આવ્યો હતો ત્યારે આજે આ વોર્ડ એટલે કે નર્સિંગ વોર્ડમાંથી આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કોરોનાની સારવાર લઈ રહેલ અને સુરેન્દ્રનગર જિલ્લાની સબ જેલના બે કેદીઓ કોરોના વોર્ડમાંથી વહેલી સવારના અરસામાં નાસી છૂટયા છે.

ત્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં નર્સિંગ વોર્ડમાં સારવાર લઈ રહેલ ચોથા માલમાં કોરોના વિભાગમાં રાખવામાં આવેલા બે દર્દીઓ ચોથા માળે આવેલ કોરોના વોર્ડની મુખ્ય બારી તોડી અને રાત્રી દરમિયાન આ સબ જેલના કેદીઓને ઓઢવામાં આપવામાં આવેલી ચાદરનું દોરડું બનાવીને નર્સિંગ સ્ટાફ વિભાગ ના પાછળના ભાગેથી બંને સબજેલના આરોપી કે જેમને કોરોના પોઝીટીવ છે તે હાલમાં નાસી છૂટયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં પાછળના ભાગે આવેલી નર્સિંગ વોર્ડમાંથી કોરોનાની સારવાર લઈ રહેલ બે કાચા કામના કેદીઓ આજે વહેલી સવારના અરસામાં ચાદર નું દોરડું બનાવીને ચોથા માળે આવેલ કોરોના વોર્ડની બારી તોડીને નાસી છૂટતા જિલ્લાની પોલીસ ઉપર હાલમાં અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

ત્યારે જયારે આ કોરોના પોઝિટિવ બંને કેદીઓ નર્સિંગ હોલ બહારથી ભાગ્યા ત્યારે આ નર્સિંગ વિભાગ બહાર ૧૪ પોલીસ સ્ટાફની ચાલુ નોકરી હતી છતાં બંને સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલના પોઝિટિવ કેદીને નાસી છૂટયા છે ત્યારે હાલમાં અનેક પ્રકારના પોલીસ કામગીરી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે હાલમાં પણ પોલીસ આ બાબતની કોઈ પણ જાત ની વિગત બહાર ન આવવા દેવા મથામણ શરૂ કરી દેવામાં આવી છે..

 આ બન્ને કેદી ની બાજુમાં સારવાર લઈ રહેલ અન્ય કેદીને આ બાબતની જાણ થતાં તેમને તાત્કાલિક પણ એ નર્સિંગ સ્ટાફને આ બાબતની જાણ કરી હતી અને નર્સિંગ સ્ટાફ સુરેન્દ્રનગર જિલ્લા બી ડિવિઝન પોલીસ મથકે ટેલિફોનિક વાત કરીને પોલીસને જાણકારી આપી હતી ત્યારે આ વિભાગ બહાર ઓન ડ્યુટી રહેલા ૧૪ પોલીસ ને સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસના પીએસઆઇ આવીને બંને આરોપી નાસી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોલીસનો સ્ટાફ ઓન ડ્યુટી હોવા છતાં પણ આ બે કોરોના પોઝિટિવ કેદીઓ નાસી છૂટતા જિલ્લાની પોલીસ ઉપર અનેક પ્રકારના હાલમાં સવાલો ઉભા થયા છે..

સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલ પાછળ આવેલ નર્સિંગ વિભાગમાં ૬૦ સબ જેલના કેદીઓ કે જેમને કોરોના પોઝીટીવ છે તે સારવાર લઇ રહ્યા છે જેમાંના આજે બે કાચા કામના કેદીઓ આ કોરોના વિભાગમાં ચોથા માળે સારવાર લઇ રહ્યા હતા અને વહેલી સવારે ચોથા માળે આવેલ કોરોના વિભાગની બારી તોડી અને ચાદર નું દોરડુ બનાવીને બંને આરોપીઓ એ તેમના કોરોના પોઝીટીવ છે તે નાસી છૂટ્યા છે.

ત્યારે આ બાબતની જાણ સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી પટેલને થતા તાત્કાલિક કોગાંધી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને જિલ્લાની બોડર સીલ કરી સબ જેલના બંને કોરોના પોઝિટિવ આરોપીને ઝડપી પાડવા હાલમાં પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

(11:21 am IST)