Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ : ખાંભા -ઉના હાઇવે પર જૂનું બાવળનું વૃક્ષ ધરાશયી થતા હાઇવે બંધ:વાહનોની લાંબી કતાર

વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા :પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતાતુર

ખાંભામાં પંથકમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતાતુર છે. ખાંભા ઉના હાઇવે પર વરસો જૂનું બાવળનું વૃક્ષ ધરાશાયી થતા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી

  . ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

(12:40 am IST)