Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગીરપંથકમાં ભારે વરસાદથી મુખ્ય પાંચ ડેમો છલકાયા : તંત્ર એલર્ટ

હિરણ-1 ,હિરણ-2,શિંગોડા ડેમ,મછુન્દ્રી ડેમ અને રાવલ ડેમ ઓવરફ્લો

ગીર સોમનાથ : ગીરપંથકમાં ભારે વરસાદથી મુખ્ય પાંચ ડેમો છલકાયા છે. સાસણ કમલેશ્વર ડેમ પર 80 મિમી વરસાદ નોંધાયો છે. હિરણ-1 ડેમ તેની 44.20 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. આ ડેમ નોન ગેટેડ છે.હિરણ-2 ડેમ તેની પૂર્ણ સપાટી 71.26 મીટરે ઓવરફ્લો થતા 3 દરવાજા 2 ફૂટ ખોલાયા છે

  . શિંગોડા ડેમ તેની પૂર્ણ સપાટી 141.58 મીટરે ઓવરફ્લો થયો છે. ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલાયા છે. આવક પ્રમાણે પાણીની જાવક રાખવામાં આવી છે. મચ્છુન્દ્રી ડેમ તેની પૂર્ણ સપાટી 109.50 મીટરે છલકાયો છે. આ ડેમ પણ નોન ગેટેડ છે. રાવલ ડેમ તેની પૂર્ણ સપાટી 148.55 મીટરે ઓવરફ્લો થતા 2 દરવાજા 2 ફૂટ ખુલ્લા કરાયા છે. પાણી આવક પ્રમાણે જાવક જળવાઈ રહી છે. ગીર પંથકમાં ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ છે. કોઈ જાનહાની ન થાય તેની પુરી તકેદારી રાખી રહ્યું છે.

(9:01 pm IST)