Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મોરબીમાં ૯.૫ કરોડના ખર્ચે ગાળાથી સાપર સુધીનો ડામર રોડ બનાવવા મંજુરી

મોરબી તા.૨૮: મોરબીના ગાળા સાપર રોડ બિસ્માર હોય જે અંગે ગ્રામજનોએ અનેક રજુઆતો કરી હતી અને ગ્રામજનોની સમસ્યાને પગલે આજે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ ગામોના પ્રતિનિધિ સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે મુલાકાત્ત કરી હતી અને ગ્રામજનોની વ્યથા અને ઉદ્યોગકારોને પડતી સમસ્યા અંગે વિગતે રજૂઆત કરી હતી જેને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નેશનલ હાઈવેથી ગાળા અને ગાળાથી સાપર સુધીનો ડામર સુધીનો ડામર રોડ બનાવવા માટે ૯.૫ કરોડના ખર્ચને મંજુરી આપી છે 

નાયબ મુખ્યમંત્રીને રજૂઆત વેળાએ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સાથે, ગાળા ગામના સરપંચ મગનભાઈ ચન્દ્રોલા, સરપંચ વાઘપર કેશુભાઈ કડીવાર, સરપંચ પીલુડી અશોકસિંહ તથા સરપંચ સાપર યુવરાજસિંહ ઉપરાંતચતુરભાઈ કુંડારીયા અને અન્ય આગેવાનો જોડાયા હતા

(1:34 pm IST)