Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે રમશે રઘુવંશી ર૦૧૯ ઉજવાયો

જામનગર : શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા તાજેતરમાં દયાશંકર બ્રહ્મપુરી, કે.વી. રોડ ખાતે લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે વેલકમ નવરાત્રી અંતર્ગત રમશે રઘુવંશી ર૦૧૯ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૮ થી ૧૪ વર્ષના બાળકો ૧પ થી ૩પ વર્ષના બહેનો તથા ૩પ વર્ષથી ઉપરના બહેનો એમ ત્રણ વિભાગમાં ખેલૈયાઓ વચ્ચે પંચિયા તાલીરાસ, ફ્રી સ્ટાઇલ વેલડ્રેસ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

જેમા  કિડસ વિભાગમાં તાલી રાસમાં પ્રથમક્રમે રાયચુરા હેત્વી, બ્રીજા ક્રમે મોદી નિધિ, ત્રીજા ક્રમે દાવડા વ્રજ વિજેતા થયા હતા. પંચિયામાં પ્રથમ ક્રમે શીંગાળા જીનલ, બીજા ક્રમે સામાણી આદીત્ય ત્રીજા ક્રમે લાખાણી નીરા વિજેતા થયા હતા.  ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમે ચોલેરા પ્રિયા, બીજા ક્રમે મામટીયા વેનીષા, ત્રીજા ક્રમે પોપટ રૂપલ વિજેતા થયા હતા. વેલડ્રેસમાં પાબારી એન્જલ વિજેતા થયા હતા. બહેનોમાં ૧પ થી ૩પ વર્ષમાં તાલી રાસમાં પ્રથમ ક્રમે  લાલ નેન્શી, બીજા ક્રમે, કટારીયા નિધિ, ત્રીજા ક્રમે રાયઠઠ્ઠા શિવાંગી વ્જિેતા થયા હતા. પંચિયામાં પ્રથમ ક્રમે રાચ્છ ધારા, બીજા ક્રમે કોટેચા દ્રષ્ટી, ત્રીજા ક્રમે દતાણી રીનલ વિજેતા થયા હતા. ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમે લાલ કિંજલ, રાજાણી માનસી, ત્રીજા ક્રમે માણેક રાધીકા વિજેતા થયા હતા. વેલ ડ્રેસમાં શીગાંળા નીશી વિજેતા થયા હતા.

બહેનોમાં ૩૬ વર્ષથી  ઉપર તાલી રાસમાં પ્રથમ ક્રમે પાબારી આરતીબેન, બીજા ક્રમે વાકાણી મમતાબેન, ત્રીજા ક્રમે નથવાણી દિવ્યાબેન વિજેતા થયા હતા. પંચિયામાં પ્રથમ ક્રમે ખાખરીયા શિવાની, બીજા ક્રમે, રાયઠઠ્ઠા મોનાબેન, ત્રીજા ક્રમે રાડીયા કિશોરીબેન વિજેતા થયા હતા. ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમે લાલ કૃપાબેન, બીજા ક્રમે લાખાણી નીશાબેન ત્રીજા ક્રમે તન્ના વૈભવી વિજેતા થયા હતા. વેલ-ડ્રેસમાં મજીઠીયા રક્ષિતાબેન વિજેતા થયા હતા.

વિજેતાઓને ઉપસ્થીત મહાનુભાવો જાણીતા ઉદ્યોગપતિ હર્ષદભાઇ જોબનપુત્રા, રાગેશભાઇ લખાણી, એડવોકેટ બીમલભાઇ ચોટાઇ, હેમલભાઇ ચોટાઇ, એડીજીસી હિતેશભાઇ સવજાણી, નોબત દૈનિકના તંત્રી પ્રદિપભાઇ માધવાણી વેપારી અગ્રણી નવીનભાઇ હિન્ડોચા, સંસ્થાના પ્રમુખ યોગેશ વિઠલાણી, જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળના  પ્રમુખ  ડો. રક્ષાબેન દાવડા, વીરદાદા જશરાજ યુવા ફાઉન્ડેશન  ભરતભાઇ કાનાબાર, પ્રોજેકટ ચેરપર્સન ખ્યાતીબેન ચોલેરા, ડીમ્પલબેન સીમરીયાના હસ્તે પુરસ્કૃત કરાયા હતા.

કાર્યક્રમના નિર્ણાયક તરીકે હાર્દિકાબેન કીપલાણી તથા હર્ષાબેન જોષી રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવીશૈલીમાં નીલેશભાઇ પાબારી દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ સંસ્થાના મંત્રી જીજ્ઞેશ સીમરીયાએ કરી હતી.

રમશે રઘુવંશી ર૦૧૯ના કાર્યક્રમને સફળ બનાવવા માટે અતુલ રાયઠઠા, રાજેન્દ્ર હિન્ડોચા, રમેશ ખાખરીયા, નિલેશ જીવરાજાની, આશિત કોટક, જયેશ ગોકાણી, હસમુખ મજીઠીયા, રસિક મજીઠીયા, વિશ્વાસ ઠકકર, હાર્દિક લુકકા, ચિંતન ચંદારાણા, અશ્વિન વિઠલાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. (અહેવાલ મુકુંદ બદીયાણી - તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

(1:33 pm IST)