Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સાવરકુંડલા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગી પ્રમુખના પત્નિ-પૂર્વ પ્રમુખ ગેરહાજર

સાવરકુંડલા, તા. ૨૮ :. તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનુભાઈ ડાવરાના ધર્મપત્નિ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગળાબેન ડાવરા ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોય તે શાસન ટનાટન ચાલે તે માટેના તમામ કોંગ્રેસીઓએ પ્રયત્ન કરવાના હોય તેના બદલામાં સાવરકુંડલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનુભાઈ ડાવરા છે. તેમના પત્નિ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગળાબેન ડાવરા સામાન્ય સભામાં જાણી જોઈને ગેરહજાર રહે તે કેટલા અંશે વ્યાજબી ગણાય ? મંગળાબેન ડાવરા અને કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ધામેલીયા આ બન્ને જવાબદારની ગેરહાજરીથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા સામે ભારે શંકા ઉભી થવા પામી છે. જો જવાબદારોની કોંગ્રેસ શાસિતની સામાન્ય સભામાં ગેરહાજરીથી એવુ સાબિત થાય કે કોંગ્રેસની સત્તાવાળી સામાન્ય સભા કોંગ્રેસના જ જવાબદારોએ જાણી જોઈને ના મંજુર કરાવી અને આ સામાન્ય સભામાં કોંગ્રેસના સદસ્યને ગેરહાજર રહેવા તાલુકા કોંગ્રેસના પ્રમુખે ફોન પર જાણ કર્યાનું પણ જાણ વા મળેલ છે. કોંગ્રેસના હોદ્દા રાખવા અને કોંગ્રેસની ઘોર ખોદવી તેવુ કોંગ્રેસ સમિતિ કયાં સુધી આવુ સહન કરતી રહેશે ? કોંગ્રેસ શાસિત સાવરકુંડલા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના જવાબદાર સભ્યોને ગેરહાજર રખાવનાર સામે કોંગ્રેસ સમિતિ દ્વારા આકરા પગલા લેવામાં આવે તેવી કોંગ્રેસીઓની માંગ છે.તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવભાઈ સાવલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સામાન્ય સભામાં ગત મીટીંગની કાર્યવાહીને બહાલી આપી તેમજ તાલુકાને લગતા વિકાસ કાર્યોને તેમજ વિકાસ કામોને તાલુકા પંચાયતના સભ્યશ્રીએ સર્વાનુમતે મંજુર કરેલ છે.

આ સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા રાહુલભાઈ રાદડીયા, ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન સોંદરવા તેમજ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ચર્ચા વિચારણાને અંતે હાજર સભ્યશ્રીએ સર્વાનુમતે મંજુર કરી આગામી દિવસોમાં વિકાસના કામો થઈ રહ્યા છે તેમા સંમતિ આપ્યાનુ નક્કી કરવામાં આવ્યુ હોવાનુ જાણવા મળેલ છે.

(1:26 pm IST)