Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જૂનાગઢ બીએસએનએલએ જીઈબીનું બીલ ન ભરતા ૬ મોબાઈલ ટાવર બંધ

પ્રદિપભાઈ ખીમાણીની રજૂઆતથી આજ સાંજ સુધીમાં સેવા ફરી કાર્યરત થશે

જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ બીએસએનએલ કંપની દ્વારા પીજીવીસીએલ કંપનીનું ૧૯ લાખનું મોબાઈલ ટાવરનું બીલ ન ભરતા ૬ જેટલા મોબાઈલ ટાવરોનો પાવર બંધ કરી દેતા શહેરના ૩૦ થી ૪૦ ટકા વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે.

આ બાબતે બીએસએનએલનો મોબાઈલ ધરાવતા ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ આ અંગે બીએસએનએલના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી અને બીએસએનએલ કંપની ૧૯ લાખનું ફંડ આ બીલ ભરવા ફાળવતા તેનો પ્રથમ હપ્તારૂપે આજે બેંકમાં રજા હોવા છતાં સ્પેશીયલ કેસમાં આ પીજીવીસીએલના બીલનો રૂ. ૬.૫૦ લાખનો ચેક જમા કરાવશે અને આજ સાંજ સુધીમાં આ ઈન્ટરનેટ સેવા ફરી શરૂ થશે. આમ પ્રદીપભાઈ ખીમાણીની મધ્યસ્થીથી બે દિવસની જહેમત બાદ બીએસએનએલની બીલ ભર્યા બાદ સાંજથી પુનઃ કાર્યરત થશે. આવડી મોટી રાષ્ટ્રીય કંપની બીલ ન ભરતા ગ્રાહકોમાં કચવાટ થઈ રહ્યો છે.

(1:25 pm IST)