Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વંથલીમાં એસપીનો લોક દરબાર પ્રજાની સલામતિ માટે તમામ પ્રકારના પગલા લેવાશેઃ એસ.પી. સૌરભ સિંઘ

જૂનાગઢઃ વંથલી તાલુકાની પ્રજાને લગતા પ્રશ્નો અને પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય રહે તે માટે વંથલી પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘના અધ્યક્ષ સ્થાને વંથલી પટેલ સમાજ ખાતે લોકદરબાર યોજાયો હતો. જેમાં વંથલી તાલુકામાંથી સરપંચો-આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકામાં ચોરીઓ - લૂંટ બનાવો બને છે તે અટકાવવા ટ્રાફીક સમસ્યા ઉકેલવા વગેરે પ્રશ્નો અંગે એસપીને રજૂઆત કરવામાં આવી હતી અને એસપીએ ગુનાખોરી ડામવા કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતુ. તેમજ અસામાજિક તત્વો સામે ટૂંક સમયમાં પગલા લેવામાં અને વંથલી તાલુકાની પ્રજાને શાંતિ અને સલામતિનો અહેસાસ કરાવવામાં આવશે. આ લોકદરબારમાં એસપી સૌરભ સિંઘ એએસપી શ્રી રવિ તેજાવાસમશેટ્ટી, પીએસઆઈ એન.બી. ચૌહાણ, એમ.કે. ઓડેદરા તેમજ આગેવાનો-વેપારીઓ-જ્ઞાતિ અગ્રણી બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને એસપી શ્રી સૌરભ સિંઘએ પ્રજાની સલામતિ માટે તમામ પ્રકારના પગલા લેવાની ખાત્રી આપી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:24 pm IST)