Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉપલેટામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ભવ્ય સ્વાગત

ધોરાજી-જેતપુર-ગોંડલમાં આગમન થશેઃ પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, લલીત વસોયા, બ્રિજેશ મેરજા સહીતનાની આગેવાનીમાં મોટર સાયકલ રેલી

ઉપલેટા, તા., ર૮: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા તા.ર૭ થી ર ઓકટોબર સુધી પોરબંદરથી અમદાવાદ ગાંધી આશ્રમ સુધી તથા દાંડીથી અમદાવાદ સુધી મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

આ આયોજનના ભાગ રૂપે આજે સવારે પોરબંદર ગાંધી જન્મભુમીથી એક મોટર સાયકલ રેલી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં નીકળીને બપોરના ૪ વાગ્યે ઉપલેટા તાલુકામાં પ્રવેશ કરતા તાલુકાની હદ ઉપર ગણોદના પાટીયા પાસે રાજકોટ જીલ્લાના આગેવાનો જીલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેષ વોરા, ધારાસભ્યો લલીતભાઇ વસોયા, બ્રિજેશ મેરજા, કૃષ્ણકાંત ચોટાઇ, લાખાભાઇ ડાંગર, રમેશભાઇ મકવાણા સહીતના આગેવાનોએ સ્વાગત કરીને રાજકોટ જીલ્લામાં પ્રવેશેલ આ યાત્રાની બાગડોર સંભાળેલ હતી.

ગણોદથી આ યાત્રા વરજાંગ જાળીયા મુરખડા થઇને ઉપલેટા કાળા નાલાએ પહોંચી હતી. ત્યાંથી યાદવ રોડ અશ્વીન ચોક સ્મશાન રોડ, પંચહાટડી, મુ.કુતુબખાના, ખોડલધામ ચોક, બાપા સીતારામ ચોક થઇ બસ સ્ટેન્ડ ચોકમાં પહોંચી હતી. જયા આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરને ફુલહાર કરેલ હતા ત્યાંથી વડચોક બાવલા ચોક ગાંધી ચોક નટવર રોડ થઇ નાગનાથ ચોકથી ધોરાજી જવા નિકળેલ હતી.

આ યાત્રાને ઠેર ઠેર લોકોએ સ્વાગત કરી ફુલહાર કરેલ હતા જેને કારણે એક માહોલ ઉભો થતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળેલ હતો.

પરેશભાઇ ધાનાણીએ અકિલાને જણાવ્યું હતું કે આજે ધોરાજી જેતપુર ગોંડલમાં ગાંધી સંદેશ યાત્રાનું આગમન થશે અને ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

(11:56 am IST)