Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે રોડ ઉપર ચાલુ વાહનોના રસ્તા તાડપત્રી કાપી થયેલ ચોરીઓમાં ગયેલ ૮ર મોબાઇલો સાથે પકડાયેલ બે આરોપીઓ પાસેથી મોબાઇલ નંગ-૩ર કબ્જે

વઢવાણ, તા., ર૮: સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામા બનતા મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ અટકાવવા તેમજ ખાસ કરીને ધ્રાંગધ્રા વિરમગામ હાઇવે રોડ ઉપર ચાલુ વાહનોના રસ્સા તાડપત્રી કાપી કિમંતી ચીજ વસ્તુઓની ચોરી થતી હોય જે ચોર મુદામાલ શોધી કાઢવા માટે ધ્રાંગધ્રા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષકએ એકશન પ્લાન બનાવી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ જે અનુસંધાને એ.એસ.આઇ. રણછોડભાઇ ભરવાડ તથા બાલજીભાઇ પરમાર તથા પો.હે.કો. ચેતનભાઇ ગોસાઇ તથા પો.કોન્સ મયુરભાઇ ચાવડા વિગેરેને હકીકત મળેલ હતી કે ધ્રાંગધ્રા -માલવણ હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે પસાર થતી ટ્રકોના રસ્સા તાડપત્રી કાપી નાખી ટ્રકોમાંથી ચોરી થયેલ જે ચોરીઓમાં ગયેલ મુદામાલ પૈકીના મોબાઇલો ની ચોરી થયેલ હોય જે ચોરીમાં ગયેલ મોબાઇલો વેચાણ કરવા સારૂ બે શકમંદ ઇસમો ઇસદ્ધા ગામના રોડ ઉપર ફરે છે.

જે હકીકત આધારે તપાસ કરતા  (૧)રહીમખાન રહૈમતખાન જતમલેક ઉવ.૪૮ તથા (ર)ઇલીયાસભાઇ યાસીનખાન જતમલેક ઉવ.ર૯ રહે.બંને ગેડીયા નવા પ્લોટ, તા.પાટડી વાળા મળી આવેલ. જેના કબજામાંથી મોબાઇલ નંગ-૯ કી.રૂ. ૭૦૫૦૦/- નો મુદામાલ મળી આવેલ. જે મુદામાલ ચોરી નો હોવાનુ કબુલાત કરતા તેઓની વધુ પુછપરછ કરતા આ સિવાયના બીજા મોબાઇલો બે માસ પહેલા ચોરી કરનાર ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધાર વસીમખાન બીસ્મીલ્લાખાન જતમલેક તથા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક તથા અલીભાઇ નથુભાઇ ડફેર તથા હઝરતખાન અનવરખાન મલેક રહે.બધા ગેડીયા તા.પાટડી વાળાઓની પાસેથી ચોરીના મોબાઇલો ખરીદ કરેલ હોવાનુ જાણવેલ જે ફુલ-૩ર મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના વેચાણ માટે લીધેલાની કબુલાત  કરેલ છે. અને પકડાયેલ આરોપીઓએ સદરહુ મોબાઇલો વધુ નફો મેળવવા સારૂ અલગ અલગ જગ્યાએ ચોરીના મોબાઇલોનુ વેચાણ કરવા ગ્રાહકોના સંપર્કો કરી ચોરીના ખરીદ કરેલ મોબાઇલો વેચાણ કરેલા હતા. જે કુલ-૧૦ સાહેદો પાસેથી મોબાઇલો રીકવર કરવામાં આવેલ છે.

જે કુલ મોબાઇલ નંગ-૩ર કી.રૂ.ર,૫૮૦૦૦/- નો મુદામાલ રીકવર થયેલ છે. આ બાબતે તપાસ કરતા સદરહુ બનાવ આજથી ચાર માસ પહેલા બજાણા ટોલ પ્લાઝા થી સોલડી ટોલ પ્લાઝા વચ્ચે ના હાઇવે રોડ ઉપર આઇસર ગાડી નં.જીજે૦૧ ડીઝેડ ૮પપ૮ વાળી બંધ બોડીની ગાડીમા એમેઝોન કંપનીના અલગ અલગ વસ્તુઓ ભરેલ કુલ ૧૫ બેગો કિરૂ. ૨૪,ર૬,૮૭૦/ની ચોરી થયાનો બનાવ બનેલ જે બાબતનો ગુન્હો ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફ.ગુરન.૫૯/૧૯ ઇપીકો કલમ ૩૭૯,૧૧૪, મુજબના ગુન્હો નોંધાયેલ છે. અને આ ગુન્હાની તપાસ ધ્રા.તાલુકા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એસ.પી.વસુનીયાનાઓ કરી રહેલ છે.

આ કામે પકડાયેલ બંને આરોપીઓએ અગાઉ હાઇવે ઉપર પસાર થતી ટ્રકોની તાડપત્રી રસ્સા કાપી નાખી ટ્રકોમાંથી કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરનાર અને અગાઉ આવા -કારના અસંખ્ય

ગુન્હાઓ માં સંડોવાયેલ કુખ્યાત ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધાર પાસેથી મોબાઇલોની ખરીદી કરી લઇ અલગ અલગ જગ્યાએ જઇ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ મોબાઇલની કીંમતના અડધા  પૈસા રોકડા મેળવી અને બાકીના ના હપ્તા કરી આપી અને હપ્તા પુરા થયે મોબાઇલોના બીલો આપવામાં આવશે. તેવી બાંહેધરી આપી ચોરીના મોબાઇલોનુ વેચાણ કરેલ છે.

(11:55 am IST)