Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગારીયાધાર પાલિકા દ્વારા રોડ સ્વીપર મશીનની ખરીદી મામલે ડીઝાઇન પોઇન્ટને જવાબદાર ઠેરેવાઇ...

નિયામક કચેરી ખાતે ન.પા.નો ખુલાસો રજુ કરતા ચિફ ઓફિસરઃ બાંધકામ કલાર્ક પર પણ લટકતી તલવાર...

ગારીયાધાર તા.૨૮: નગરપાલિકા કચેરી ખાતે રોડ સ્વીપર મશીન મામલે નિયામક કચેરીની તપાસમાં ખરીદીની પ્રક્રીયામાં ગોટાળા બહાર આવી સાબીત જતા જવાબદારો સામે પગલાં લેવા માટે ન.પા.ચિફઓફિસર પાસે જવાબ મંગાવાયો હતો.

જે નિયામક કચેરી દ્વારા મંગાવવામાં આવેલા જવાબમા ન.પા.ગારીયાધાર ચિફઓફિસર ડી વી વધાસીયા દ્વારા નિયામક કચેરી ખાતે જવાબો રજુ કર્યા હતા. જેમાં ન.પા.દ્વારા હાથ ધરવામાં આવેલ ટેન્ડરની ત્રણ પ્રક્રિયામાં કરવામાં આવેલ હતી. જે ટેન્ડર પદાધિકારી સદસ્ય.ની હાજરીમાં નીંચા ભાવવાળુ મારૂતી સેલ્સ કોર્પોરેશનનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. ત્રીજા પ્રયત્ન દરમ્યાન તે કામના સ્પેશીફિકેશોનોમાં કન્સલ્ટન્ટ ડીઝાઇન પોઇન્ટ અમરેલી દ્વારા ન.પા.ની મંજૂરી વગર ફેરફાર કર્યા હોય જે રેકોર્ડ આધારે જણાવ્યું છે જેની સ્પષ્ટતા ડિઝાઇન પોઇન્ટ અમરેલી અને ન.પા.બાંધકામના કલાર્ક પાસે માંગવામાં આવ્યા છે.

ન.પા.કચેરીને ટેન્ડરીંગ પ્રક્રિયામાં ફેરફાર ધ્યાને આવતા ૧૭-૭-૧૯ના રોજ પ્રમુખના હુકમથી ટેન્ડર રદ કરી રોડ સ્વીપર મશીન એજન્સીને પરત કરી દેવામાં આવ્યુ છે. તેવા જવાબો કરી ચિફઓફિસર દ્વારા નિયામક કચેરી ખાતે ખૂલાશો આપવામાં આવ્યો હતો.

આમ દેખીતી રીતે ન.પા.પોતાના જવાબમાં અમરેલી ડિઝાઇન પોઇન્ટ અને ન.પા.કચેરીના બાંધકામના કલાર્કને જવાબદાર કેરવ્યા છે.

જયારે આ સમગ્ર પ્રક્રિયામાં ડિઝાઇન પોઇન્ટ અમરેલીની ટેન્ડરની પ્રક્રિયામાં કે બીલની કામગીરીમાં કોઇ ભૂમિકા નથી.ન.પા.દ્વારા ખોટી રીતે નામો આપી દેવાયા છે. સમગ્ર પ્રક્રિયા એસઆઇની હેઠળ આવતી હોય છે. તેમ હિમાંશુભાઇ ધાનાણી કન્સલ્ટન્ટ-ડીઝાઇન પોઇન્ટ અમરેલીએ જણાવ્યું છે.

બીજી તરફ નિયામક કચેરીના અધિકારીઓ દ્વારા જવાબદારો સામે વહેલી તકે કાર્યવાહિ કરવામાં આવે તેવી સમીમબેન ફિરીજભાઇ કાસમાણી (મહિલા સદસ્ય ન.પા.)એ માંગણી કરી છે.

(11:49 am IST)