Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગોંડલમાં પટેલ વેપારી નરેન્દ્રભાઇ ઠુમ્મરના મકાનમાં તસ્કરો ત્રાટકયાઃ ૪.પપ લાખની ચોરી

પટેલ દંપતી અને પુત્રીને ડેન્ગ્યુના લીધે હોસ્પિટલમાં દાખલ હતા પાછળથી તસ્કરો કળા કરી ગયાઃ એક શખ્સ કેમેરામાં કેદ

રાજકોટ તા. ર૮ :.. ગોંડલના જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટ સામે નંદનવન સોસાયટીમાં રહેતા પટેલ વેપારી મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ. ૪,પપ,ર૦૦ ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલની નંદનવન સોસાયટીમાં રહેતા અને ક્રેઇન સર્વિસના ધંધાર્થી નરેન્દ્રભાઇ પરસોતમભાઇ ઠુમ્મર (ઉ.૩પ) ને તથા પત્ની અને પુત્રીને ડેન્ગ્યુ થતા ત્રણેય થોડા દિવસથી ગોંડલની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતાં. પાછળથી તેના બંધ મકાનમાં પરમ દિવસે રાત્રે તસ્કરોએ તેના મકાનની ડેલીનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી હોલની જાળીનું તાળુ તથા દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી નીચેના રૂમના દરવાજાનો લોકતોડી રૂમમાં રાખેલ લાકડાના કબાટમાંથી રૂ. ર.ર૦ લાખ રોકડા તથા ર.૩પ લાખના દાગીના મળી રૂ. ૪,પપ,ર૦૦ ની માલમતા ચોકી ગયા હતાં. ગઇકાલે નરેન્દ્રભાઇ તથા પત્નીને રજા આપતા બંને ઘરે આવતા ઘરમાં સામાન વેરવિખેર અને રોકડ-ઘરેણા ગાયબ જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પટેલ યુવાને ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીઆઇ કે. એન. રામાનુજે તપાસ આદરી છે.

(11:48 am IST)