Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કવિ કલાપીના ધામ લાઠીમાં પંખીના ચણ માટે અભૂતપૂર્વ કલા સાધનાઃ નવરાત્રીમાં નાટયોત્સવ

રાજકોટ, તા.૨૮: માં શકિતની આરાધનાના મહા પર્વઙ્ગનવરાત્રી મહોત્સવની ઉજવણીનું સમગ્ર દેશમાં અનેરૂ મહાત્મ્ય છે. લોકો સુખ શાંતિ અને આનંદમય જીવનની કામના – પ્રાર્થના સાથેઙ્ગનવરાત્રી પર્વ પર શકિતની ભકિત કરતા હોય છે. ત્યારેે અબોલ જીવ એવા ભોળા પંખીડાઓની ચણ એકઠી કરવા માટે અમરેલી જિલ્લાનાઙ્ગ'કલાપીનગર'ઙ્ગએટલે કેઙ્ગલાઠીઙ્ગગામમાંઙ્ગપરંપરાગતઙ્ગનવરાત્રી ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકાથી શ્રી મહાકાળીઙ્ગનવરાત્રી નાટક મંડળ દવારાઙ્ગછેલ્લા ૧૫૩ નવરાત્રી પર્વ દરમ્યાન રોજ ધાર્મિક,ઙ્ગસામાજિક,ઙ્ગપૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા લાઠી ગામના મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે 'કવિ કલાપી'નાં ધામ ખાતે છેલ્લા ૧૫૨ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવમાં આ વરસે તા.૨૯ સપ્ટેમ્બરઙ્ગથી તા.૮ ઓકટોબરદરમ્યાન જય વીર વછરાજ, રણુજાનાં રાજા રામદેવપીર, પૃથ્વીરાજ ચૌહાણ, જેસલ તોરલ, ઘર ઘૂંઘટને ઘરચોળું, સત દેવીદાસ, શ્રી હમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, રાજા ભરથરી, જય ચિત્ત્।ોડ અને શેણી વિજાણંદ એમ કુલ ૧૦ નાટકો પ્રસ્તુત થશે.

આજથી લગભગ ૧૫૩ વરસો પૂર્વેઙ્ગલાઠીઙ્ગગામનાં મહાન સંતશ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા શ્રી મહાકાળીઙ્ગનવરાત્રી નાટક મંડળ દ્વારા આજે પણ આપણી સામાજિક-ધાર્મિક પરંપરા,ઙ્ગભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું આબેહુબ પ્રતિબિંબ ઝીલતા વૈવિધ્યસભર નાટ્ય પ્રયોગો થકી કલાપીની પક્ષી જગત પ્રત્યેની સંવેદના અને લાગણીને વાચા આપવામાં આવી રહી છે. નાટકો દરમ્યાન રજુ થતી નિર્દોષ અને પારિવારિક એવી કોમેડી નાટિકાઓ લોકોમાં ખુબ જ ચાહના ધરાવે છે. અલબત્ત્। કલાપીનગરમાં તેમજ સૌરાષ્ટ્રનાં અનેક ગામો અને શહેરોમાં આ નાટ્ય મહોત્સવની સુવાસ ફેલાયેલી છે. તો વળી રાજવી કવિ સ્વ.શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)નાં અદભૂત કાવ્યોએ પણઙ્ગલાઠીઙ્ગગામને જે જબરદસ્ત પ્રતિષ્ઠા અપાવી હતી તે આજે પણ બરકરાર છે.

રાજાશાહી વખતથી શરુ કરાયેલો આ સિલસિલો આજે દોઢ સદીથી અવિરત ચાલ્યો આવે છે ને તેને આગળ ધપાવવામાં અત્યારસુધીમાં લગભગ ચારથી પાંચ પેઢીઓ બદલી ગઈ છે. આ ઉપરાંત સમર્પણનું ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડી રહેલા કલાકારો દ્વારા નાટકોમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ વેષ પરિધાન,ઙ્ગસાધનો,સહિતની મોટાભાગની ચીજ વસ્તુઓ જાતે જ તૈયાર કરવામાં આવે છે. જુની પેઢીનાં કલાકારો તરફથી સતત મળતા રહેલા માર્ગદર્શનના પરિણામે આજે પણ આ નવરાત્રી ઉત્સવનો મૂળભૂત હેતુ યથાવત જળવાઈ રહ્યો છે.ઙ્ગનવરાત્રી પર્વની ઙ્ગકંઈક વિશેષ ઉજવણી અનુભવવા એક વખતઙ્ગલાઠીઙ્ગગામના મહેમાન બનવાની તક ઝડપી લેવા જેવી છે.

આ નાટ્ય ઉત્સવ નિહાળવા અનેક ગામો-શહેરોમાંથીઙ્ગલાઠીની મુલાકાતે આવતા લોકો અને સ્થાનિક લોકો તરફથી પંખીની ચણ માટે અનાજ કે રોકડ રકમનું દાન આપવાની ઘોષણા થતી હોય છે. અનાજનું દાન આપવાની ઈચ્છા વ્યકત કરનારા દાતાઓ-શ્રદ્ઘાળુઓ પાસેથી નાટક મંડળનાં સભ્યો મકર સંક્રાંતિનાં પાવન દિવસે અનાજ એકત્ર કરે છે.ઙ્ગનવરાત્રીમાં માત્ર બોલી બોલનારા દાતાઓ જ નહી પરંતુ બોલી નહી બોલનારા લોકો પણ આ દિવસે મંડળને અનાજનું દાન આપતા રહે છે. આ એક જ દિવસમાં,ઙ્ગપંખીડાઓને આખું વર્ષ ચણ નાખી શકાય એટલા મોટા જથ્થામાં અનાજ એકઠું થાય છે.ઙ્ગલાઠીની મેઈન બજારનાં મુખ્ય માર્ગ પર લુવારીયા દરવાજા પાસે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીનાં મંદિરે નાટક મંડળનાં સભ્યો આખું વર્ષ રોજ પંખીડાઓને ચણ નાખવામાં આવે છે.

દર વર્ષે શ્રી મહાકાળીઙ્ગનવરાત્રી નાટક મંડળનાં સભ્યો શ્રાવણ માસથી જ નાટ્ય પર્વની વિભિન્ન તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. સમગ્ર આયોજનને પ્રચાર માધ્યમો,ઙ્ગસરકારી કચેરીઓ જેવી કે મામલતદાર ઓફીસ,ઙ્ગપોલીસ ડીપાર્ટમેન્ટ,ઙ્ગનગરપાલિકા વગેરે તેમજ ઉદ્યોગપતિઓ,ઙ્ગવ્યાપારી સમુદાય તથા સ્થાનિક જનસમુદાયનો પુરો સાથ સહકાર મળી રહે છે.

આ તકે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે,ઙ્ગલાઠીનાં પૂ. સંતશ્રી વસંદા બાપુની સમાધી ગરબી ચોક પાસે જ છે ને ત્યાં શ્રી રામજી મંદિર પણ છે,ઙ્ગસંતશ્રી વસંદાબાપુ કેવું દૈવી જીવન જીવી ગયા તેનો ભવ્ય ભૂતકાળ પણ જાણવા જેવો છે. શ્રી મહાકાળીઙ્ગનવરાત્રી નાટક મંડળના યુવા સભ્યોને નાટકો વધુ ચોટદાર રીતે રજુ થાય અને લોકોનાં હૃદયને સ્પર્શી જાય તેવી રીતે તેનું મંચન કરવામાં વડીલ સભ્યોનું માર્ગદર્શન અને મંડળમાં તેઓનું યોગદાન દાદ માંગી લે તેવું છે. જે બદલ તમામ યુવાસભ્યો વડીલોનો હરહંમેશ આદર સાથે ઋણ સ્વીકાર કરે છે. આ મંડળ ભાઈચારો અને એકતાનું સુંદર પ્રતિક બની ચૂકયું છે. અખબારો અને ટીવી ચેનલોનાં માધ્યમથી આ નાટ્ય ઉત્સવની સુવાસ વ્યાપક સ્તરે પ્રસરી ચુકી છે. આમ જનતાનો સહયોગ પણ એટલો જઙ્ગ મહત્વપૂર્ણઙ્ગ રહ્યો છે. દર્શકો માટેની બેઠક વ્યવસ્થામાં મહિલા વર્ગ માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવે છે.

આ વર્ષે રજુ થનારા નાટકો

 

 

તારીખ અને

નોરતું

નાટક

૨૯-૯-૨૦૧૯

પ્રથમ નોરતું

જય વીર વછરાજ

૩૦-૯-૨૦૧૯

બીજુ નોરતું

રણુજાનાં રાજા રામદેવપીર

૧/૧૦/૨૦૧૯

ત્રીજું નોરતું

પૃથ્વીરાજ ચૌહાણ

૨/૧૦/૨૦૧૯

ચોથું નોરતું

જેસલ તોરલ

૩/૧૦/૨૦૧૯

પાંચમું નોરતું

ઘર ઘૂંઘટને ઘરચોળું

૪/૧૦/૨૦૧૯

છઠ્ઠું નોરતું

સત દેવીદાસ

૫/૧૦/૨૦૧૯

સાતમું નોરતું

શ્રી હમીરસિંહજી ગોહિલ સોમનાથની સખાતે

૬/૧૦/૨૦૧૯

આઠમું નોરતું

રાજા ભરથરી

૭/૧૦/૨૦૧૯

નવમું નોરતું

જય ચિત્તોડ

૮/૧૦/૨૦૧૯

દશેરા

શેણી વિજાણંદ

વિશેષ નોધઃબહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવે છે.

(11:47 am IST)