Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

તળાજા ગોરખીના ત્રણ યૂવાનો દારૂ સાથે પકડાયા

ભાવનગર,તા.૨૮:તળાજા અલંગ અને દાઠા આ તરણેય પોલીસ મથક નીચેના વિસ્તારમાં થી છેલા દોઢેક માસ દરમિયાન વિલાયતિ દારૂ ગાડી ભરીને મળી આવેલ છે. જેના પરથી એવું માનવાને કારણ છેકે અહીં કટીંગ પણ મોટા પાયેજ થતું હોવું જોઈએ. તળાજા માં કયારેક ખુલેઆમ પ્લાસ્ટિક ના ઝબલા માં ડિલિવરી દેતા પણ જોવા મળી રહવાની ચર્ચા છે.તેવા માહોલ વચ્ચે ગત રાત્રીના સમયે અલંગ પોલીસ મથક ના પો.કો.કિશોર હરેશભાઈ જાની પેટ્રોલીંગમાં હતા ત્યારે સથરા ચોકડી પરથી ટ્રિપલ સવારી બાઈક પર નીકળેલ ત્રણઙ્ગ યૂવાનો ને થોભાવી તલાશી લેતા વિલાયતી દારૂની આઠ બોટલ કિ. રૂ. ૨૪૦૦/-ની અને બાઈક ૩૫૦૦૦/-નું કબ્જે લઈ હિતેશ પ્રભુ વાદ્યેલા, દિલીપ મોહન ગોહિલ,રે બને તળાજા, અલ્પેશ ઓદ્યડ ડોડીયા રે.ગોરખી વાળા ની ધરપકડ કરી કરવામાં આવી હતી.

(11:47 am IST)