Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

હાથિયો નક્ષત્રના પ્રારંભે જ ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમાં દોઢથી અઢી ઇચ લીલો દુષ્કાળ નોતરતો વરસાદ

બાજરો,મગફળી,તલ,કપાસ,ઘાસચારાને વ્યાપક નુકશાન તળાજી, હાજીપીર, દિહોર, ટાઢવડ, ઉંચડી,સહિતની નદીઓ-નાળા, તળાવમાં પુર

ભાવનગર, તા.૨૮: ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકા પંથકમાં ગત રાત્રીના એક વાગ્યાથી મેઘ સવારી આવી પહોંચી હતી.જે બીજા દિવસે મોડી રાત્રી દરમિયાન પણ શરૂ રહી હતી. દોઢ થી અઢીઈંચ વરસાદ વરસી ગયો હતો. જે લીલા દુષ્કાળ ને નોતરી રહ્યો છે.

આજ સાંજના ૬.૧૮ મિનિટ થી હાથિયો (હસ્ત) નક્ષત્ર નો પ્રારંભ થયોછે.ઙ્ગ નક્ષત્ર ના પ્રારંભે અને ભાદરવા ના અંતેપણ અષાઢી માહોલ સતત વરસી રહેલા વરાસાદ ના પગલે છવાયો છે. તળાજા મામલતદાર કચેરી ના આંકડા પ્રમાણે રાત્રીના ૧ વાગ્યાથી સવાર ના ૬ વાગ્યા સુધીમાં છ મીમી અને સાંજ ના ૬ વાગ્યા સુધીમાં ૩૫મીમી વરસાદ નોંધાયો.રાત્રી અને દિવસ દરમિયાન ૪૧મીમી વરસાદ નોંધાયા બાદ મોડી રાતસુધી મઘદ્ય સવારી હળવી ભારે શરૂ રહી હતી.

ગ્રામ્ય પંથકના સાંગણા,ઠળિયા,દિહોર,પીથલપુર, સરતાનપર, ત્રાપજ,અલંગ, માણર સહિતના ગામડાઓમાં ધોધમાર અઢીઈંચ જેટલો વરસાદ વરસી જતા તળાજી, હાજીપીર, ટાઢાવડ,દિહોર,ઉંચડી સહિતની નદીઓ,નાળા ઓ માં પુર આવ્યા હતા. તળાવો અને ચેકડેમો માં નવા નીર આવ્યા.કૂવાઓ વધું ઉંચા આવ્યા તો અમુક કૂવાઓ વહેતા થયા હતા.

ખેડુત અગ્રણી અને યાર્ડ ના ડાયરેકટર હરજીભાઈ ધંધાલિયા ના જણાવ્યા પ્રમાણે હવે આ વરસાદ મોટાભાગની ખેત પેદાશને નુકશાન કરી રહ્યો છે.બાજરો,તલ સાવ ખલાસ થઈ ગયા છે.તો મગફળી, કપાસ, ઘાસચારો, કઠોળમાં લીલા દુષ્કાળ ના એંધાણનો વરતારો આપી દીધો છે.

સતત વરસી રહેલ વરસાદના પગલે શેરડી સિવાયની તમામ ખેત પેદાશોને મોટું નુકસાન થઈ રહયુ છે.ઙ્ગ પચાસ ટકા થી વધુ નુકશાન થઇ ચૂકયુ છે. પશુ પાલકો જે સાથે ખેતી પણ કરતા હોય તેમણે પશુઓ માટે નિરણ કરેલ હોય તે પણ સડવા લાગ્યું છે. તળાજાના ખેડૂતો અને પશુ પાલકો ની દશા માઠી થઈ છે.જોકે કૂવાઓ, તળાવો, અને  શેત્રુંજીડેમમાં પાણી હોય શિયાળુ, ઉનાળુ પાક લઈ શકાશે તેવી નાઙ્ગ છૂટકેઙ્ગ હૈયા ધારણા ખેૂડતો સેવી રહ્યા છે.

(11:46 am IST)