Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કચ્છમાં વરસાદી માહોલ - ગાંધીધામમાં ત્રણ ઇંચ, અબડાસામાં અઢી, મુન્દ્રા દોઢ, નખત્રાણા- એક, ભુજ પોણો ઇંચ, લખપત, રાપર, માંડવીમાં ઝાપટા

ભુજ,તા. હિક્કા વાવાઝોડાને પગલે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને પગલે કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. અત્યાર સુધી કોરા રહેલા ગાંધીધામમાં પણ ગઈ કાલે સાંજથી માહોલ બદલાયો હતો અને ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

વરસાદને પગલે ગાંધીધામ રેલવે સ્ટેશન તેમ જ બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. કંડલાના કાંઠાળ વિસ્તારોને ધમરોળતી મેદ્યસવારી મુન્દ્રા અને અબડાસાના કાંઠાળ વિસ્તાર સુધી પહોંચી હતી અને અબડાસામાં અઢી ઇંચ તેમ જ મુન્દ્રામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જયારે નખત્રાણા પંથકમાં પણ જોરદાર ઝાપટા સાથે એક ઇંચ પાણી પડી ગયું હતું. તે સિવાય કચ્છમાં રાપર, લખપત અને માંડવીમાં ઝાપટા, જયારે ભુજમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો.

(11:44 am IST)