Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જેતપુર-૩II, જામકંડોરણા-અબડાસા-ખાંભા-રાજુલામાં રાI ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર યથાવત રહેતા ખેડૂતોમાં ચિંતાઃ વરાપ માટે પ્રાર્થના

રાજકોટ તા. ર૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત મેઘમહેરના કારણે ખેડુતો અને નવરાત્રીના આયોજકો ચિંતામા પડી ગયા છ.ે

છેલ્લા ર૪ કલાક દરમિયાન જેતપુરમાં સાડાત્રણ, જામકંડોરણા, અબડાસા, ખાંભા, રાજુલામાં અઢી ઇંચ વરસાદ પડયો છે ત્યારે હવે વરાપ માટે લોકો પ્રાર્થના કરવા લાગ્યા છે.

ભાવનગર

 ભાવનગર તા. ર૮: શહેર જીલ્લામાં ગઇકાલે શુક્રવારે આખો દિવસ વરસાદ રહ્યો હતો અને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં લોકો અને ખાસ કરી ખેલૈયાઓ અને ધંધાદારી નવરાત્રી રાસગરબાનાં આયોજકો મુંઝાયા હતા.

દરમ્યાન આજે શનિવારે સવારથી જ ઉઘાડ નીકળ્યો હતો. વરસાદે વિરામ લીધો હતો એટલું જ નહિં પણ તડકો પણ નીકળ્યો હતો અને વરસાદી માહોલ વિખેરાયો હોય નવરાત્રી રમવા ઇચ્છુક ખેલૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો.

સતત વરસાદથી હવે ખેડુતો પણ વરસાદ વિરામ લે તેવું ઇચ્છી રહ્યા છે. જીલ્લામાં આ વર્ષે સંતોષકારક રીતે પીવા અને પાક માટે સારો વરસાદ પડયો છે.

(11:40 am IST)