Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ભાવનગરનાં બોરતળાવ, શેત્રુંજી ડેમ, ખોડીયાર તળાવ ઓવરફલો થવાની તૈયારીમાં

ભાવનગર, તા. ૨૮ :. ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર અને ઉપરવાસના વરસાદથી જીલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટી ૩૦.૮ ફુટે પહોંચી ગઈ હતી. શેત્રુંજી ડેમની છલક સપાટી ૩૪ ફુટ છે. જ્યારે બોરતળાવની સપાટી ૪૨.૧ ફુટે પહોંચી ગઈ છે. બોરતળાવ ૪૪ ફુટે ઓવરફલો થાય છે. જ્યારે ખોડીયાર તળાવ ૨૭.૯ ફુટે સપાટી પહોંચી છે. ખોડીયાર તળાવ ૩૩ ફુટે ઓવરફલો થાય છે. આમ ત્રણેય જળાશયો છલક સપાટીએ પહોંચતા ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાય છે.

(11:36 am IST)