Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પોરબંદરમાં પૂ. ભાઇશ્રીના સાંનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન સાથે દરરોજ વિવિધ વકતાઓ દ્વારા ગાંધી વ્યાખ્યાન

દિનકરભાઇ જોષી, ભાગ્યેશ ઝા, ડો. પંકજ જોષી, ડો. વિદ્યુત જોશી, જય વસાવડા, અજય ઉમર સહિત વકતાઓ

પોરબંદર, તા. ર૮ : શ્રીમદ્ ભાગવદ્ કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા દ્વારા છેલ્લા ૩ વર્ષથી ઉજવાતા નવરાત્રી અનુષ્ઠાન પ્રસંગે પોરબંદર-રાંધાવાવ મુકામે કાલે તા. ર૯થી તા. ૭ ઓકટોમ્બર સુધી ધાર્મિક-સાંસ્કૃતિક, આરોગ્ય, રાષ્ટ્રીયલક્ષી વિવિધ કાર્યક્રમ-આયોજન અનુષ્ઠાન કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ અનુસરી ગાંધી તજોજ્ઞ વ્યાખ્યાન આયોજન દરરોજ બપોરના ૩-૩૦થી ૪-૦૦ વાગ્યા સુધી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં 'ગાંધીજી અને આપણે' વકતા શ્રી દિનકરભાઇ જોષી તા. ર૯મીએ, તા. ૩૦ ગાંધીજી અને પત્રકારિતા, વકતા અજય ઉમટ, તા. ૧ ઓકટોબર 'ગાંધીજી અને વિજ્ઞાન' વકતા ડો. પંકજ જોષી, તા. ર 'ગાંધી એક પુનરાવલોકન' વકતા ભાગ્યેશ ઝા, તા. ૩ 'અનાદિ સ્મિત સત્ય'નું વકતા શ્રી વી.એસ. ગઢવી, તા. ૪ 'આવતીકાલના ગાંધી' વકતા શ્રી મનસુખ સલ્લા, તા. પ 'એકવીસમી સદીમાં ગાંધનીનો માનવાદ' ડો. વિદ્યુત જોષી વકતવ્ય આપશે.

તા. ૬ 'બાવીસમી સદીમાં ગાંધીજી' વકતા શ્રી ગુણવંત શાહ, તા. ૭ 'ગાંધી-મહાત્મા અને માણસ' વકતા શ્રી જય વસાવડા, આ ઉપરાંત તા. ર૯થી તા. ૭ સુધી પ્રતિદિન સવારના ૮-૩૦થી ૧ર-૩૦ સુધી, શ્રી રામ ચરિત માનસગાન, બપોરના ૪-૦૦થી ૬-૩૦ સુધી, 'ભાગવત ધર્મ અને બાપુ', તા. ૮ સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ પ્રાત : ૧ર-૩૦ સુધી, તા. ૮થી 'દ્વારકાધીશ ધ્વાજારોહણ' સાંજના પ-૩૦ વાગે, રાસ-ગરબા પ્રતિદિન શ્રી હરિ મંદિર પ્રાંગણ સાંજના ૭-૩૦ સુધી, તથા વિવિધ મેડીકલ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. મેડીકલ કેમ્પ માટે કો-ઓર્ડીનેટર ડો. સુરેશ ગાંધી તથા ડો. ભરત ગઢવી જહેમત ઉઠાવી રહેલ છે.

(11:35 am IST)