Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મોરબીઃ ચેકડેમના રીપરીંગ તેમજ ગામોના તળાવના રીપેરીંગ કરી તળાવોને નવસાધ્ય કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી,તા.૨૮: ગુજરાત સરકારે રાજયમાં હજારોની સંખ્યામાં ચેકડેમો બનાવ્યા છે અને ચાલુ વર્ષે સારા વરસાદને પગલે પાણીની આવક થઇ છે ત્યારે ચેકડેમનું રીપેરીંગ અને ગામના તળાવોનું રીપેરીંગ કરીને તળાવોને નવસાધ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજયમાં સારા વરસાદ થયા છે ત્યારે જે ચેકડેમને રીપેરીંગ કરી સકાય તેને રીપેરીંગ કરવામાં આવે અને જયાં જરૂરત છે ત્યાં નવા ચેકડેમ કરવામાં આવે તે ઉપરાંત ગામોમાં રાજાશાહી વખતના જુના તળાવો આવેલ છે તેને નવસાધ્ય કરવામાં આવે અને ઊંડા ઉતારવામાં આવે, પાળા મજબુત કરવામાં આવે તેમજ પાકા બાંધકામ કરાય તો પાણીનો મોટો જથ્થો સંગ્રહ થઇ સકે છે જીલ્લાના મોટા દહીંસરા ગામનું તળાવ એક નાના ડેમ જેવડું છે અમુક ગામોમાં સીમમાં પણ તળાવો આવેલ છે જેથી સંબંધિત વિભાગને સુચના આપીને કામોને અગ્રતાના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરી છે ચાલુ વર્ષે જો બધા ચેકડેમ અને તળાવો સારી સ્થિતિમાં હોત તો જે પાણી દરિયામાં વહી ગયું તેનો સંગ્રહ કરી શકાયો હોત ખેડૂતો અને સ્થાનિકો આ પાણીનો ઉપયોગ કરી સકે તેમ હતું જેથી બધા ચેકડેમ અને તળાવો રીપેરીંગ થઇ જાય અને પાણીનો વધુ સંગ્રહ કરીને પાણી દરિયામાં ભળતું અટકાવવાની દિશામાં જરૂરી પગલા ભરવાની માંગ કરી છે

ખીજડીયામાં સ્વચ્છતા અભિયાન

 ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના શુભ આશયથી તા. ૧૩-૧૦ ને રવિવારથી સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાશે જે સ્વચ્છતા અભિયાન અંગે ગામના સરપંચ ફિરોઝભાઈ જણાવે છે કે સ્વચ્છ અભિયાન શરુ કર્યા બાદ તે નિરંતર ચાલુ રહે અને સમયાંતરે સફાઈ અભિયાન ચલાવી ગામના સ્વચ્છ અને હરિયાળું બનાવવા ગ્રામજનોએ નેમ લીધી છે જેમાં સરપંચ, ગામના આગેવાનો, ઉદ્યોગપતિઓ, ગ્રામજનો સૌ કોઈ જોડાશે અને ખીજડીયાને સ્વચ્છ બનાવવા અભિયાનનો પ્રારંભ કરાશે

માળિયામાં માછીમારોને નેટ વિતરણની માગણી

માળિયા તાલુકાના સુલતાનપુર ગામના સરપંચને સારી કામગીરી માટે તાજેતરમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે સરપંચ એસો દ્વારા આયોજિત સમારોહમાં સન્માન પત્ર આપીને સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું

સરપંચ એસોસીએશન માળિયા (મી.) તાલુકા દ્વારા તાજેતરમાં સારી કામગીરી કરનાર સરપંચના સન્માન માટે સમારોહ યોજવામાં આવેલ જેમાં માળિયાના સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચ હીરાબેન અશોકભાઈ વિડજાને વર્ષ ૨૦૧૭-૧૮ માં નિસ્વાર્થ અને સેવાની ભાવનાથી જે શ્રેષ્ઠ કામગીરી કરી એ બદલ સન્માન પત્ર આપવામાં આવ્યું છે અને તેઓ આગામી દિવસોમાં પણ પ્રજાલક્ષી કામગીરી કરતા રહે તેવી શુભેચ્છાઓ અગ્રણીઓએ પાઠવી હતી સમારોહમાં સરપંચ એસોના પ્રમુખ કે કે જાડેજા, ઉપપ્રમુખ અશ્વિનસિંહ મેદ્યુભા અને મહામંત્રી ભાવેશ વિડજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:34 am IST)