Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ભાવનગરમાં RPF સ્થાપના દિનની ઉજવણી

 ભાવનગરઃરેલ્વે પ્રોટેકશન ફોર્સ - આર.પી.એફ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત રેલ્વે હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ડી.આર.એમ પ્રતિક ગૌસ્વામી, એ.ડી.આર.એમ સુનિલ બારાપત્રે,સુરક્ષા આયુકત તન્વી ગુપ્તા તથા આર.પી.એફના જવાનોએ રકતદાન કર્યું હતું.આ ઉપરાંત સુરક્ષા આયુકત કાર્યાલય પાસે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.(તસ્વીર-વિપુલ હિરાણી)

(11:31 am IST)