Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગીરસોમનાથ જિલ્લા કક્ષાની રસ્તાખેંચ સ્પર્ધા યોજાઇ

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ અનેક પ્રતિભા બહાર લાવે છે. આ પ્રકારના આયોજનથી દેશને સારા પ્રતિભાશાળી ખેલાડીઓ અને ખેલાડીઓને સારુ પ્લેટફોર્મ મળી રહે છે. આ રમતમાં ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા કોડીનાર તાલુકાના સરખડી મુકામે યોજાયેલ જેમાં ઓપન ૪૦ (ભાઈઓ) ત્રીજા ક્રમે તથા  above -૪૦ (ભાઈઓ) બીજા ક્રમે તથા ઓપન (બહેનો) માં ત્રીજા ક્રમે સ્થાન મેળવીઙ્ગ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ના વિદ્યાર્થીઓએ ગુરુકુળ પરિવાર તથા ગીરસોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ સિદ્ઘિ પ્રાપ્ત કરનાર સર્વે ખેલાડીઓ તથા તેમના શિક્ષકોને સંસ્થાનાં પ્રમુખ શા.સ્વા.ભકિતપ્રકાશદાસજી તથા સ્વામી માધવચરણદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજીએ શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ટીમના કેપ્ટન શ્રી એચ. કે. ગજેરા એ જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદ અને શિક્ષક ભાઈઓ ની મહેનત અને પ્રોત્સાહનથી આ સિદ્ઘિ મળેલ છે.(તસવીર- દેવાભાઈ રાઠોડ. પ્રભાસ પાટણ)

(11:29 am IST)