Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મોરબીની વિનય સ્કુલમાં પરમાણું સહેલીનો માર્ગદર્શન સેમીનાર

મોરબીઃપરમાણુ સહેલીનું બિરૂદ પામેલ ડો. નીલમ ગોયલે તાજેતરમાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માર્ગદર્શન સેમીનારમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે સેમીનારમાં સંસ્થાના ચેરમેન જીતેન્દ્રભાઈ, મેનેજીંગ ડીરેકટર કૃણાલ મેવા અને આચાર્ય બીનાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા સેમીનારમાં પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલે પાણી, વીજળીના સદુપયોગ પર ભાર મુકીને તેની જરૂરિયાત વિષે માહિતી અને પ્રેરણા આપી હતી અને પાણી, વીજળી તેમજ ટ્રાફિકના યોગ્ય પ્રબંધન દ્વારા દેશ વિકાસ કરી સકે છે પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલ ગુજરાત અને રાજસ્થાનમાં જાગૃતિ માટે પ્રયત્નશીલ છે અને ભારતમાં પરમાણુ ઉર્જાની આવશ્યકતા અંગે લોકોને માહિતી આપીને પરમાણુ ઉર્જાથી દેશના વિકાસને ચાર ચાંદ લાગી સકે છે તે સમજાવવા સતત સેમિનારો યોજી રહ્યા છે જે અંતર્ગત તાજેતરમાં મોરબીની ખાનગી શાળામાં સેમીનાર યોજાયો હતો.સેમીનાર યોજાયો તે તસ્વીર.

(11:26 am IST)