Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બગવદર પંથકમાંથી સગીરાનું અપહરણ કરી જનાર યુવાન-જાલણસરમાં ઝડપાયો

પોરબંદર તા.૨૮: જૂનાગઢ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ નાઓએ પોરબંદર જીલ્લા વિસ્તારમાં અપહરણ થયેલ સગીરાઓને શોધી કાઢવા માટે તેમજ આવા ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે અટક કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ગત તા.૨૬ના રોજ એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એન.ચુડાસમા તથા પેરોલ ફર્લો પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલાએ સોશ્યલ મીડિયા તથા ટેકનીકલ સેલના માધ્યમથી પેરોલફર્લો સ્ટાફ તથા એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમો સાથે જુનાગઢ જીલ્લાના જાલણસર ગામમાં કોમ્બીંગ કરેલ. દરમ્યા જાલણસર ગામના ગાંધીનગર પ્લોટમંથી બગવદર પો.સ્ટે.ગુ.ર.નં.ફર્સ્ટ-૨૮/૧૯ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ મુજબના કામે ભોગબનનાર સગીરા તથા આરોપી કરણ વિનોદભાઇ મકવાણા રહે. બગવદર જી.પોરબંદર ને શોધી કાઢી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્ટાફના બી.એલ.વિઝુંડા,રવિન્દ્રભાઇ, રણજીતસિંહ, રૂપલબેન, લીલાભાઇ, પિયુષભાઇ બોદર, સંજયભાઇ, પિયુષભાઇ સિસોદિયા, તથા સાયબર સેલના રાજુભા જોષી, લખમણભાઇ, ઉપેન્દ્રસિંહ વિગેરે જોડાયેલા હતા.

(11:22 am IST)