Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ઉના, ગીરગઢડા, ઘોકડવા, જંગલ વિસ્તારમાં અને દીવ પંથકમાં ભારે વરસાદ: ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયા

નદી ઓમા પાણી ઘોડાપુર આવ્યા : કપાસ તથા મગફળી ના પાકને વ્યાપક નુક્શાનની ભીતિ

અમરેલી : ઉના, ગીરગઢડા, ઘોકડવા, જંગલ વિસ્તારમાં તેમજ દીવ પંથકમાં ધોધમાર વરસાદ પડવાના લીધે આજુબાજુના ગ્રામયવિસ્તારો, શહેરીવિસ્તારો, રસ્તાઓમાં, ખેતરો માં ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે નદી ઓમા પાણી ઘોડાપુર આવ્યા છે 

તંત્ર દ્વારા એલટૅ નદી ના નિચાણ વાળા વિસ્તાર ના ગામડા ઓ ને નદી ઓની આજુબાજુ મા અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે હાલ ધોધમાર વરસાદ સાલુ  હોવા ને લીધે પાણી ભરાઈ જતા લોકો ને એક જગ્યા થી બીજી જગ્યાએ જવામા હાલાકી. પડી રહી છે હવે વધુ વરસાદ પડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કારણ કે કપાસ તથા મગફળી ના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન ની ભીતી સેવાઈ રહી છે..

(7:37 pm IST)