Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આરટીઆઈ અંતર્ગત માહિતી નહીં આપનાર ખાંભા સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબને 7,500 નો દંડ

અમરેલી: આરટીઆઈ અંતર્ગત માહિતી નહિ આપનારા ખાંભા આરોગ્ય કેન્દ્રના અધિક્ષક તબીબને 7,500નો દંડ ફટકારાયો છેમાહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાંભાનાં અધિક્ષક ડો.સીએમ જેઠવા પાસે વર્ષ ૨૦૧૭માં આરટીઆઈ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી. . જેમાં અરજદારને માહિતી આપવાની તસ્દી લીધી ન હતી. બાદ વિભાગીય નાયબ નિયામક ભાવનગરને હુકમનો પણ ઉલાળિયો કરીને ઈરાદાપૂર્વક માહિતી આપેલ ન હતી. આખરે ઉપરોક્ત મામલો રાજ્ય માહિતી આયોગમાં પહોંચ્યો હતો.

   રાજ્ય માહિતી આયોગે સમગ્ર મામલાની હકિકત ચકાસીને અરજદારની તરફેણમાં ચુકાદો આપતાં ડો.જેઠવાને માહિતી અધિકારનાં ઉલ્લંઘન બદલ રૂપિયા ૭૫૦૦ (સાડા સાત હજાર)નો દંડ ફટકાર્યો હતો. ઉપરોક્ત દંડની રકમ પોતાના પગારમાંથી વસુલવા હુકમ કરીને નમૂનારૂપ ચૂકાદો આપ્યો હતો. તથા આ અંગેની જાણ આરોગ્ય કમિશ્નર ગાંધીનગર થતા રાજ્ય સરકારને પણ કરી હતી.

(9:56 pm IST)