Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ગીર સોમનાથ: વન વિભાગના સવા બે કરોડના મનરેગા કૌભાંડ મામલે બનાસકાંઠાના કોન્ટ્રાકટરના પાંચ દિવસના રિમાન્ડ મંજુર

એ.સી.બી.ને તપાસ સોંપતા બે સરકારી અધિકારીઓ સહિત ચાર આરોપીઓ સકંજામાં

ગીર સોમનાથ: વન વિભાગના સવા બે કરોડ ના મનરેગા કૌભાંડ મામલે એ.સી.બી. દ્વારા આ ગુન્હામાં બનાસકાંઠાના કોન્ટ્રાકટરની ધરપકડ કરાઈ છે

વેરાવળ કોર્ટે આરોપી કોન્ટ્રાક્ટરના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે

અત્રે ઉલેલ્ખનીય છે કે આ  અગાઉ તત્કાલીન ડી.સી.એફ અને આર.એફ.ઓ તેમજ એક કોન્ટ્રાક્ટર ની એ.સી.બી. દ્વારા ધરપકડ કરાયેલ. હતી જે પૈકી તાત્કાલિક આર.એફ.ઓ રાવલિયા છેલ્લા ચાર માસ થી જેલ હવાલે છે હાલ આ ગુન્હામાં ચોથા આરોપી બનાસકાંઠાના કોન્ટ્રાક્ટર રમેશ વાલજી ચૌધરીની ધરપકડ કરાયેલ છે

વર્ષ 2016-17 માં કોડીનાર તાલુકા ના આઠ ગામો માં સવા બે કરોડ ના મનરેગા યોજના કામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું, સ્થળ પર કામ કર્યા વિના બારોબાર બીલો બનાવી સવા બે કરોડના સરકારી નાણાંની ઉચાપત કરાઈ હતી એસીબીને તપાસ સોંપતા બે સરકારી અધિકારીઓ સહિત ચાર આરોપી ઓ સકંજામાં આવ્યા છે

 

(9:51 pm IST)