Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સૌરાષ્ટ્રમાં પેટ્રોલના ભાવ ભાવનગરમાં સૌથી વધુ : પેટ્રોલના 83.18 રૂપિયા: ડીઝલમાં 80.74

સૌરાષ્ટ્રભરના શહેરોમાં  પેટ્રોલ અને ડીઝલ બંનેમાં રાત દિવસ સતત ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવવધારના કારણોથી ત્રસ્ત લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે,. સૌરાષ્ટ્રભરમાં વધતા જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો છેલ્લા દસ દિવસમાં રાજકોટમાં પેટ્રોલમાં 82 પૈસા અને ડીઝલમાં 40 પૈસાનો વધારો થયો છે. હાલ રાજકોટમાં પેટ્રોલનો ભાવ 82.47 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 80.4 રૂપિયા થયો છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી વધુ ભાવ છે ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 83.18 રૂપિયા છે. જ્યારે ડીઝલમાં 80.74 રૂપિયા થયો છે.

(1:32 am IST)