Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કચ્છના રાપરના પલસવા નજીક જીપ પલ્ટી ખાઈ જતા ચાર લોકોના કરૂણમોત;પાંચને ઇજા

રાજસ્થાનથી કચ્છ તરફ આવતી જીપના ડ્રાઇવરે કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઈ

કચ્છ રાપરના પલાસવા નજીક પુરપાટ ઝડપે દોડી આવતી જીપ પલટી મારી જતા ચાર લોકોના કરુણ મોત થયા છે. બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે બે લોકોના મોત સારવાર દરમિયાન થયા છે. અન્ય પાંચ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુરની હોસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા છે.

    જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાનથી કચ્છ તરફ જીપ આવી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવતા જીપ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે પાંચ જેટલા ઈજાગ્રસ્તોને રાધનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
  
મૃતકોની વિગતો હજુ સામે આવી નથી. મામલે આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(1:02 am IST)