Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જેતપુરના જુના ભાદરના પુલ ઉપરથી કૂદીને યુવાનનો આપઘાત

રાજકોટ :જેતપુરના જુના ભાદર નદીના પુલ પરથી કૂદીને યુવાને આપઘાત કર્યો છે યુવાનનું ધટના સ્થળે મોત નીપજ્યું છે

   યુવાને પોતાનું હોન્ડા મોટરસાયકલ પુલ ઉપર રાખી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો યુવાને પુલ ઉપરથી ભાદર નદીમાં કુદકો માર્યો હતો

   પુલની 50 ફૂટ જેટલી ઉંચાઈએથી કુદેલા યુવાનનુ મોત નીપજ્યું હતું યુવાન ને જોતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પુલ ઉપર ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા

યુવાન ને પી એમ અથૅ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો

  યુવાનની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે

(9:48 pm IST)