Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વેરાવળમાં ભાજપને ઝટકો ;મોટીસંખ્યામાં વેપારીઓ કોંગ્રેસમાં જોડાયા

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં વેપારીઓએ ભાજપ સાથે છેડો ફાડીને પંજો પકડ્યો

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં મોટી સંખ્યામાં વેપારી વર્ગ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. વેરાવળના સરકીટ હાઉસમાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં વેરાવળ શહેરનાં વેપારીઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગેસમાં વિધિવત જોડાયા હતા

  આગમી દિવસોમાં કોંગેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી. ભાજપના રાજમાં મોંઘવારીએ માજા મુકી હોવાનો આક્ષેપ આ વેપારી વર્ગે કર્યો છે. કાર્યકરો લોકો વચ્ચે જઇ તેમની સમસ્યાઓનું નિરાકરણ કરશે અને સરકારમાં રજૂઆતો કરશે.

(5:06 pm IST)